________________
કેટલો લાંબો ગર્ભવાસ ?
તમારા દીક્ષાજીવનનો ૯ માસ જેટલો પર્યાય થવા આવ્યો છે. માનવ આયુષ્યના પ્રાયઃ ૯ માસ ગર્ભવાસના કહેવાય છે. ત્યાર બાદ માતા બાળકને જન્મ આપે છે. પક્ષીના જીવનમાં થોડી જુદી ઘટના છે. ઢેલ વગેરે મોરને જન્મ નથી આપતી પણ મોરના ઈંડાને મૂકે છે. ઈંડાનું જતન કાળજી કરે છે. પછી ઈંડાનું કોચલું તોડીને સ્વયં મોર જન્મે છે. ઈંડાનું કવચ ઢેલ ન તોડે, જન્મ લેનાર મોર પોતે જ તોડે.
-
સંયમજીવનમાં જન્મ પામવાનું માનવની જેમ નથી, પરંતુ પક્ષીની જેમ છે. ઢેલ ઈંડાને મૂકે તેમ ગુરુ ભગવંતે આપણને રજોહરણાદિ સામગ્રી આપી. ઈંડાનું જતન ઢેલ કરે તેમ ગુરુ મહારાજ સારણા વારણા ચોયણા પડિચોયણા દ્વારા તથા ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા આપણી કેળવણી કરે. પરંતુ ઈંડાનું કવચ મોર સ્વયં તોડે તો જ તેનો જન્મ થાય છે, તેમ મિથ્યાત્વ અવિરતિ - કષાયના આવરણો આપણએ સ્વયં તોડીએ, દૂર કરીએ તો જ વસ્તુતઃ આપણો સંયમી તરીકે જન્મ શક્ય છે.
તેમ છતાં પક્ષી ઈંડામાંથી સ્વયં જન્મે છે તેમાં અને સાધુવેશમાં સંયમી જન્મે છે તેમાં અમુક વિશેષતા પણ રહેલી છે. જેમ કે પક્ષીનો ઈંડામાં રહેવાનો ગર્ભવાસકાળ નિયત-મર્યાદિત હોય છે. જ્યારે સંયમજીવનમાં ગર્ભવાસનો કાળ અનિયત છે. પ્રબળ આત્મજાગૃતિ હોય તો પ્રથમ સેકંડમાં પણ જન્મ થઈ જાય અને જાગૃતિના અભાવમાં જન્મ ન થાય તો આખું જીવન પણ પૂરું થઈ જાય. અરે ! અનંતા ઓઘા મળી જાય તો પણ જન્મ ન થાય એવું ય બને. કેવી કરુણતા જન્માવે તેવી વાસ્તવિકતા છે !? પક્ષીને ઈંડાનું માત્ર એક જ કવચ તોડવાનું હોય છે. જ્યારે
-
८८