________________
જ્ઞાનપ્રાપ્તિના ઉપાય
સંઘયણ બળ ઓછું પડે એવું જણાય તો તેટલા કાળ પૂરતો તપયોગને ગૌણ કરી અને અધ્યયન-અધ્યાપનયોગને મુખ્ય કરીએ તો જ આરાધક બની શકીએ. અધ્યાપનને ગૌણ કરી અધ્યાપન શક્તિ હોવા છતાં તપયોગને જ આરાધવાની પક્કડ રાખીએ તો સાનુબંધ ક્ષયોપશમ, આત્મવિશુદ્ધિ, પ્રબળ નિર્જરા વગેરેની પ્રાપ્તિ તો ન જ થાય. પણ પરોપકાર કરવાની શક્તિ હોવા છતાં નિઃસ્વાર્થ ભાવથી પરોપકાર ન કરવાથી જિનાજ્ઞાવિરાધનાનું પાપ લાગે. માટે જ ૧૦ પૂર્વધર જિનકલ્પ સ્વીકારે તો વિરાધક બને-એમ શાસ્ત્રકારો ફરમાવે છે.
વિવેકદ્રુષ્ટિ ખીલે તો જ જિનશાસનમાં આપણો પ્રવેશ થાય. માટે તો ઉપમિતિભવપ્રપંચા કથાના ચોથા પ્રસ્તાવમાં વિવેક પર્વત ઉપર જિનશાસનનું અવસ્થાન બતાવેલ છે. આનાથી સૂચિત થાય છે કે જિનશાસનમાં વલ ચારિત્ર કે કેવળ જ્ઞાન નહિ પણ વિવેકદૃષ્ટિ જ બળવાન છે. જિનશાસનનો સાર શુદ્ધ અને સૂક્ષ્મ વિવેકદૃષ્ટિનો વિકાસ છે.
તેથી જ અપુનર્બન્ધકના લક્ષણમાં પણ ‘સર્વત્ર ઔચિત્યપાલન' આ ગુણ મૂકેલ છે. આ વાત પોતાની ભૂમિકા અનુસાર વિવેકદૃષ્ટિ ઉપર ભાર આપવાનું સૂચન કરે છે. આપણી ભૂમિકાને સમજવા અને સુધારવા માટે સર્વત્ર આપણે તટસ્થપણે આત્મનિરીક્ષણ તો કરે જ રાખવાનું. જેથી ગૌણ-મુખ્યભાવ સમજી, વિવેકદૃષ્ટિને નિર્મળ બનાવી શકીએ. મોક્ષમાર્ગમાં કયાંય કયારેય પણ ભૂલા ન પડીએ. સુશે કિં બહુના ?
સેવાના અવસરે સ્વાધ્યાયના યોગ કરતાં સહાયતા ગુણ બળવાન છે. સહાયનો / ભક્તિનો અવસર પૂર્ણ થયા બાદ સ્વાધ્યય યોગ બળવાન છે. વડીલોની ભક્તિ દ્વારા મોહનીયકર્મનો સુંદર બળવાન
૮૬