________________
•
•
વિચારસરણી દ્વારા, ભાવના દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા અવગુણો દૂર થાય અને ગુણો ભાવે માટે ક્રમિકપણે એનો અમલ કરવો.
ગોખવાનું અને પાઠ-આ બન્ને અર્થ સાથે કરવાથી આનંદ વધે. ગુરુની ઈચ્છા મુજબ અને કહ્યા મુજબ વર્તનાર, અભ્યાસ અને સંયમની કાળજી રાખનાર, બધાને સહાયક થનારના જીવનમાં ગુણો સ્વાભાવિક રીતે આવે છે.
જેટલા સરળ, નમ્ર અને સમર્પિત બનશો તેટલા ગુણો અને જ્ઞાન વિકસશે.
સંયમમાં ચુસ્તતા માટે ગુરુને પૂર્ણ સમર્પિત બનવું. સહવર્તી સાધુઓને ભગવાન માની આદર કરવો તો વિશેષ ક્ષયોપશમ જાગશે.
જો તપ-ત્યાગ-સંયમમર્યાદા, જ્ઞાન, ધ્યાન વગેરે આરાધનામાં કટીબદ્ધ રહ્યા તો જીવન સફળ. નહિતર કુધ્યાન, અસમાધિ, અસ્વસ્થતા, વેશવિડંબના અને પરાણે વેશમાં રહેવાપણું છે. વૈરાગ્યના ચિંતન અને ભાવનથી આત્માને સતત સાત્ત્વિક બનાવવો.
બે પાટે ગાડી ચાલે; (૧) આરાધના કરવી, ગુણો કેળવવા, સદ્ભાવના વિકસાવવી, (૨) વિરાધનાઓ છોડવી, દોષો રોકવા તથા અસદ્ વિચારણા, વાણી, વર્તનનું ચેકીંગ કરવું અને રોકવા પ્રયત્ન કરવો.
ગુણો કેળવવા સરળ અને સમર્પિત બનવું પડે. મહાત્માઓને સદા સહાયક થવું. તેમાં ઉત્સાહ વધારવો. બીજાનું, નાનાનું, મોટાનું કામ કરવાથી પુણ્ય અને ધર્મ
થાય.
૧૦૧