________________
લોકલ સ્ટેશાન છોડો. લોકલ ટ્રેનને અમદાવાદથી મુંબઈ પહોંચતા જેટલો ટાઈમ લાગે છે તેના કરતાં કર્ણાવતી એક્સપ્રેસને અમદાવાદથી મુંબઈ પહોંચતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે. આનું મુખ્ય કારણ એ છે કે તે બહુ ઓછા સ્ટેશન કરે છે. નાના | નાના સ્ટેશને તે ગાડી ઉભી રહેતી નથી. માટે તેની ઝડપ પણ વધે છે ને દરેક સ્ટેશને સિગ્નલ પણ ટપોટપ મલે છે.
બરાબર તે જ રીતે મોક્ષનગરની આપણી સાધનાગાડી જો સ્ટેશન ઓછા કરે તો જ સાધનામાં વેગ આવી શકે અને તે સાધનાગાડી ઝડપથી શિવનગર પહોંચી શકે.
ગોચરી ઠંડી આવી. કપડા બહુ જાડા છે. ઉપાશ્રય ઘણો ટૂંકો છે. માકડ, મચ્છર ઘણા છે. લોકો ભાવિક લાગતા નથી. ગોચરીના ઘરો પણ બહુ દૂર છે.
સૂવાની જગ્યા ખાડા ટેકરાવાળી છે.” આવા જે વિકલ્પો મનમાં ઉઠે તે બધા સાધનાગાડીમાં રુકાવટ પેદા કરે છે. આવા નગણ્ય સ્ટેશનની મુલાકાત લેવા સાધનાગાડી ઉભી રહે એટલે તેની સ્પીડ આપોઆપ ઘટી જાય. તેવા વિચારોથી બાહ્ય પરિસ્થિતિ ને બદલતી નથી જ. પણ તેના સ્વીકારની આપણી માનસિક તૈયારી ઘટી જાય છે. તેથી સન્ત તૂટે છે, આચારપાલનનો ઉત્સાહ ખૂટે છે, મોહરાજા આપણને લૂંટે છે. તેના પરિણામસ્વરુપે માનસિક સ્વસ્થતા અને શારીરિક સ્વસ્થતા પણ જોખમાય છે. પછી દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં મન સંક્લિષ્ટ બને છે. સ્વભાવ પણ બગડી જાય છે. મોક્ષનું મૂળભૂત લક્ષ્ય ચૂકી જવાય છે. આ ખૂબ
--[ ૮૦