________________
અત્યંત વ્યાણ કેળવીએ.
ખરેખર, સંયમજીવનની સફળતા માટે સ્વાધ્યાય પ્રત્યેની સ્વાભાવિક રુચિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજા બધા યોગો કરતાં સ્વાધ્યાયમાં પ્રવર્તમાન વિશિષ્ટ નિર્જરા કરે છે. એમ બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે.
સ્વાધ્યાય વિનાનું સંયમજીવન એટલે પ્રાણ વિનાનું શરીર. સ્વાધ્યાયના માધ્યમથી જ બાહ્ય-અત્યંતર તાત્ત્વિક ત્યાગ આવે છે. તેથી જ “જ્ઞાનસ્થ નિં વિરતિઃ' આમ શાસ્ત્રકારો જણાવે છે. અધ્યયનની જેમ, ક્ષમતા પ્રાપ્ત થયા બાદ, અધ્યાપન એ પણ વિશિષ્ટ કર્તવ્ય છે. પોતાના જીવનનો અમૂલ્ય સમય ફાળવીને અનેક સંયમીઓને અધ્યાપન કરાવી સાચા અપ્રતિપાતી વૈયાવચ્ચગુણને તમે આત્મસાત કરી રહ્યા છો. જે વ્યક્તિ જે યોગમાં અસમર્થ હોય તેને તે યોગમાં સહાય કરી, સમર્થ બનાવવા માટે અને ભવિષ્યમાં સ્વાવલંબી બનાવવા માટે, જે કાંઈ શક્ય હોય તે કરવા પ્રયત્નશીલ રહેવું તે જ તાત્ત્વિક વૈયાવચ્ચ છે. વિષમ કાળમાં દુર્લભ એવા આ ગુણને તમારામાં જાણીને હાર્દિક અનુમોદના.
અનાદિ કાળના કુસંસ્કારો સામે લડવા અનેક સંયમીને સ્વાધ્યાય ગુણનું દાન કરવાની આ નિઃસ્વાર્થવૃત્તિ, અંતર્મુખતા, ઉદારતા, નમ્રતા વગેરે પ્રાપ્ત ગુણોને સાનુબંધ બનાવી શીઘ પરમપદને પામશો એવો વિશ્વાસ છે જ. પરંતુ અધ્યયન-અધ્યાપન વગેરે યોગના મધ્યમથી હવે ખરા અર્થમાં આપણે ત્યાગી બનવાનું છે.
ગોચરી - પાણી - વસ્ત્ર - પાત્ર વગેરે બાબતોમાં જ માત્ર ત્યાગી નથી બનવાનું. પરંતુ જે જે ચીજો સંયમજીવનને મલિન કરનારી છે, તે તે દરેક ચીજના ત્યાગી બનવાનું છે. પછી તે વાતચીતનો રસ હોય કે નિંદા કુથલીનો ટેસ્ટ હોય... પછી તે સૂઈ જવાનો પ્રસાદ હોય કે અનુકૂળતાનો રાગ હોય... અનુકૂળતામાં રતિની લાગણી હોય કે પ્રતિકૂળતામાં અરતિનો અનુભવ હોય...
{ ૭૮ -