________________
સહવર્તી સંયમીઓને ડગલે ને પગલે સમાધિ + સહાયતાના દાનથી અઢી દ્વીપના તમામ સંયમીઓને સમાધિ + સહાયતા આપવાનો લાભ મળે છે. આવા આશયથી તો ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં જણાવેલ છે કે ‘મિ પૂર્ણમ્મ સવ્યે તે પૂછ્યા ઢોઁતિ।' માટે ડગલે ને પગલે સદ્ભાવપૂર્વક સર્વત્ર સંયમીઓને સહાયતા કરતા રહેવાનું, સમાધિનું દાન છૂટથી કરતાં રહેવું. તેનાથી સાનુબંધ વિશુદ્ધ ભાવસંયમની શીઘ્રતાથી પ્રાપ્તિ કરી આત્માને પરમગતિમાં સ્થાપિત કરો એ જ શુભેચ્છા.
સ્વાધ્યાય અને તેનાથી સાધ્ય ફળની વાત આવતા પત્રમાં કરવા ધારણા છે.
લખી રાખો. ડાયરીમાં...
મહત્ત્વ ન આપવા જેવી ચીજને મહત્ત્વ આપીએ તેનું પરિણામ કષાય.
સામેથી મળેલા ભોગ સુખને છોડે તે યોગી.
ન મળતા ભોગસુખને છોડે તે ત્યાગી.
ન મળતા ભોગસુખને ય ઝંખે તે ભોગી.
ભોગતૃષ્ણા હોવા છતાં મળેલ ભોગસામગ્રી માણી ન શકે તે રોગી.
ભોગસામગ્રી છોડવા છતાં અંતરથી તેને ઝંખે તે ઢોંગી.
৩৩