________________
ચામડી | રુધિર | માંસ વિધીને અંદર રહેલ હાડકાના દર્શન કરાવે. X-Ray ની જેમ આપણે આપણી દૃષ્ટિ વેધક અને ભેદક બનાવવાની છે. પરિવર્તનશીલ પ્રત્યેક વસ્તુને આરપાર વિધીને જગતના પદાર્થોના તાત્ત્વિક સ્વરૂપને જિનવચન અનુસાર ઓળખી તેના પ્રત્યે ઉદાસીન અને અનાસક્ત દશાને સુબુદ્ધિ મંત્રીની જેમ આત્મસાત કરવાની છે. ગોચરી વાપરતી વખતે ભક્ષ્ય પદાર્થની ૧૬ કલાક પછીની અવસ્થા નજર સામે રહે. નવા કે કાપ કાઢેલ કપડાં | ઉપકરણો વાપરતાં ૧ વર્ષ પછીની તેની ચીથરા જેવી થનાર હાલત નજર સામે રમવા માંડે. ઉનાળાની ગરમીમાં શીતળ પાણી વાપરતી વખતે તેની ૬ કલાક પછી થનાર પરસેવાની અવસ્થા અને દુર્ગધ - અશુચિતા આંખ સામે તરવરે. આ રીતે શરીરમાં રહેલી અશુચિતાના દર્શનથી તેની મૂચ્છને કાપીને દુન્યવી પદાર્થમાંથી મનને ઉંચકી લેવાનું આપણું અંગત કર્તવ્ય આપણે બજાવવાનું છે. એક પરમાણુ માત્રની પણ સ્પર્શના મનમાં ન આવી જાય તેની સતત કાળજી અને સાવધાની રાખવા દષ્ટિને X-Ray જેવી બનાવી, પર્યાય ઉપરથી નજર હટાવી શુદ્ધ આત્મદ્રવ્ય તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરવી. પછી વિજાતીય આકર્ષણ પણ સાધકને હેરાન ન
કરી શકે. ઉકરડાનું આકર્ષણ સમજુ વ્યક્તિને કેવી રીતે થાય? (૩) દૂરબીન જેવી દૃષ્ટિ
દૂર રહેલા ડુંગર | જંગલ | નદી વગેરેને દૂરબીન અહીં રહેવા છતાં બતાવે છે. તેમ અપેક્ષાએ ચર્મચક્ષુથી દૂર રહેલ છતાં તે તે અવસ્થામાં અનુભવને યોગ્ય પુણ્ય | પાપ | પુણ્યનો ભોગવટો | પરલોક | કર્મબંધ - અનુબંધ | ભવાંતરમાં સુલભબોધિતા કે દુર્લભબોધિતા વગેરે ઉપર સતત ચાંપતી
—- ૫૯ -