________________
તેમાં ક્રોધપાત ન કરવાની વૃત્તિ ન જ પ્રગટે તે પણ ઘેટાંની દષ્ટિનું થર્મોમીટર છે. પ્રમાદ, વિકથા, વિજાતીયપરિચય, ઈર્ષા, અસહિષ્ણુતા, ભક્તોનું આકર્ષણ, સુખશીલતા, યુવાનીમાં સ્થિરવાસ, પ્રોજેક્ટ-પ્લેટફોર્મ-પબ્લીસિટી-ફંકશન-ફેડરેશન વગેરેનો વળગાડ, આહારલોલુપતા, છાપા-પૂર્તિમાંય વિજાતીય દર્શનની રુચિ વગેરેના કારણે અનેક સાધકો વર્તમાન કાળમાં પણ પતન પામ્યા- એવું જાણવા છતાં પોતે આસાનીથી તે ખાડાનો ભોગ બની જાય. એ પણ ઘેટાંદષ્ટિની પારાશીશી છે. આવી ઘેટાંદષ્ટિ સાચા અર્થમાં સંયમની કે તારક જિનશાસનની પ્રાપ્તિ થવા ન દે.
મારકતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો ૪થી દષ્ટિ કરતાં ૩જી દષ્ટિ વધુ નુકશાનકારક છે. કારણ કે ચોથી દષ્ટિમાં માત્ર સ્વજીવનમાં પ્રમાદ-શિથિલતા છે, બીજા પ્રત્યે દ્વેષ-ધિક્કારવૃત્તિ નથી. જ્યારે ૩જી દૃષ્ટિમાં તો ઈર્ષ્યા-નિંદા પણ ભળે છે. ૩જી દૃષ્ટિ કરતાં પણ બીજી દષ્ટિ વધુ નુકસાનકારી છે, કારણ કે ત્રીજી દષ્ટિમાં સ્વજીવનમાં આરાધના હોવાથી તારક યોગની રુચિ ઊભી છે. જ્યારે બીજી દષ્ટિમાં તો તારક યોગો પ્રત્યે જ અણગમો છે. તથા બીજી-ત્રીજી-ચોથી દષ્ટિ કરતાં પણ પ્રથમ દષ્ટિ વધુ ભયંકર છે. કારણ કે બાકીની દૃષ્ટિઓમાં બીજાના તમામ યોગોની, આરાધનાઓની સંપૂર્ણતયા ઊંધી ખતવણી નથી રહેલી. જ્યારે પ્રથમ દષ્ટિમાં તો બીજાના તમામ આરાધક યોગોની ખોટી જ ખતવણી થાય છે. ત્રીજી દૃષ્ટિમાં પરનિંદા હોવા છતાં તે બીજાની અમુક પ્રવૃત્તિને ઉદેશીને જ છે, જ્યારે પ્રથમ દૃષ્ટિમાં તો અન્યની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યે, વિચારો પ્રત્યે પણ ખોટી ખતવણી-ગેરસમજ કામ કરી રહેલ છે. કમળો થયો હોય તેને સર્વત્ર પીળું જ દેખાય ને ! માટે ૧લી દષ્ટિ અધ્યાત્મમાર્ગમાં સૌથી વધુ નુકસાનકારી છે.
આ વાસ્તવિકતા હોવા છતાં સાધકોનો અનુભવ એવો છે કે પ્રથમ દષ્ટિ છોડ્યા પછી પણ બીજી દષ્ટિ છોડવી અઘરી છે. બીજી