________________
(૫) પોતે અલ્પ નિદ્રા લે પણ વધુ નિદ્રા લેનાર પ્રત્યે ધિક્કારવૃત્તિ કેળવે. (૬) સ્વયં અનેકની ભક્તિ કરે, પણ ભક્તિ ન કરનાર પ્રત્યે અણગમો હોય. (૭) સ્વયં ઉગ્ર ત્યાગ કરીને ત્યાગ ન કરનારાઓ ઉપર નફરત રાખે. (૮) જાતે શાસનપ્રભાવના કરવા છતાં બીજા પ્રભાવકોની ઈર્ષા-નિંદા કરે, (૯) સ્વયં ગુરુભક્તિ કરે પણ બીજા શિષ્યોને ગુરુ પ્રત્યે ભેદબુદ્ધિ કરાવે. આ બધા લક્ષણો ઊંચે ઉડવા છતાં ય મડદા ચુંથનાર સમડીની દૃષ્ટિના છે. | કુરગડ મુનિના સહવર્તી તપસ્વી સાધુઓને આવી જ કોઈક દષ્ટિએ ભરખી લીધા હતા. સ્વયં ઉગ્ર આરાધના કરવા છતાં પ્રગતિશૂન્ય ગતિ કરનાર ઘાંચીના બળદ જેવી કે કફોડી હાલત સાધકની સર્જાય છે તેમાં આ દૃષ્ટિનો ઘણો મહત્ત્વનો ફાળો છે. (૪) ઘેટાંની દષ્ટિ.
ઘેટું એટલું બધું નીચું જોઈને ચાલે કે આગળ ખાડો આવતો હોય તો પણ એને ખ્યાલ ન આવે અને ખાડામાં ગબડી પડે. અરે ! આગળના ઘેટાંને ખાડામાં પડતું દેખે તો પણ પોતે ખાડામાં પડે. રોજનો એ જ રસ્તો હોય, એ જ ખાડો, એ જ ગોવાળ, એ જ ઘેટું. છતાં તે ખાડામાં ઘેટું પડ્યા વિના રહે નહિ. જે સાધકની ઘેટાં જેવી અલ્પવિકસિત વિવેકદષ્ટિ છે તે કટોકટીના અવસરે લગભગ વિરાધના, ક્લેશ અને સંક્લેશના ખાડામાં પડે છે. સંકુચિતવૃત્તિ પણ ઘેટાંની દૃષ્ટિની એક નિશાની છે. “માંદગીમાં તેણે મારી સેવા કરી ન હતી તો હું પણ શા માટે તેની સેવા કરું ? તેણે વિહારમાં મારી રાહ ન જોઈ તો હું પણ શા માટે તેની રાહ જોઉં ?” આવી ક્ષુદ્રમનોવૃત્તિમાં ઘેટાંની દૃષ્ટિનું પ્રતિબિંબ રહેલું છે.
સાધક પોતાની નબળી કડી કે દોષ પારખી ન શકે તે પણ ઘેટાદૃષ્ટિનું માપ-દંડ છે. કોઈના કડવા વચનને લીધે પોતાને ગુસ્સાનો વારંવાર અનુભવ થાય. છતાં પણ કટુવાણીરૂપી ખાડાને ઓળખી
૬૪