________________
ચાર દૃષ્ટિ છોદીએ
પૂર્વે મેળવવા જેવી ચાર દૃષ્ટિઓ વિષે લખેલ તે ધ્યાનમાં હશે. પરંતુ તે ચાર ષ્ટિ તેને જ મળી શકે કે જે નીચેની ચાર દૃષ્ટિઓને છોડી દે. તેમાં પ્રથમ દૃષ્ટિ છે :
(૧) કમળાના રોગીની દૃષ્ટિ.
જેને આંખે કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય. સફેદ શંખ પણ પીળો દેખાય. તેમ જેની દૃષ્ટિ સારી ચીજની ખતવણી પણ ખરાબ તરીકે જ કરે છે તેને ગમે તેટલા ઉત્કૃષ્ટ આરાધનાના સંયોગો | સામગ્રી મળી જાય તો પણ તેના માધ્યમથી તે વ્યક્તિ મોક્ષમાર્ગે એક કદમ પણ આગળ વધવા માટે અસમર્થ-અયોગ્ય જ બની રહે છે. દા.ત. કોઈ સેવા વગેરે કરે તેને જોઈને મનમાં એમ થાય કે તેને વૈયાવચ્ચી તરીકેનો જશ મેળવવો છે માટે તે ભક્તિ કરે છે. તબિયત સુધારવા તે તપ કરે છે. આબરૂ સુધારવા તે રાત્રિસ્વાધ્યાય કરે છે. ૪બીજા ઉપર છવાઈ જવા માટે તે શાસનપ્રભાવનાના કાર્યો કરે છે. તપ પછી પારણામાં તે કેવો લપસે છે ! સેવા લેવા માટે તે શિષ્યોને ભેગાં કરે છે. બીજાને દેખાડવા માટે તે જાહેરમાં ઊભા ઊભા પ્રતિક્રમણ કરે છે. સંયમી તરીકે પોતાની છાપ ટકાવવા તે બધાની હાજરીમાં નિર્દોષ ગોચરી વાપરે છે. પ્રસિદ્ધિ મેળવવા માટે પુસ્તક વગેરે છપાવે છે...” આવી વિચારસરણી આધ્યાત્મિક કમળારોગનો શિકાર બનવાની નિશાની છે.
આવું સડેલું બગડેલું માનસ આરાધના કરવા માટે લાયક ન કહી શકાય. પાણીના બદલે દૂધમાંથી પોરા કાઢવાની વૃત્તિ એ એની ઓળખ છે. જમાલી વગેરે નિહ્નવો આ કમળાની દૃષ્ટિના ભોગ બની ગયા હતા. આ કાતિલ દૃષ્ટિમાંથી સત્વરે મુક્ત ન બને તેને છદ્મસ્થ ગુરુમાં પણ દોષદર્શન કરવાની મારક કુટેવ પડી જાય
૬૨