________________
પહેલા થઈ ગઈ. ગુરુના ઠપકાને ઝીલતા આવડવાથી જ તો સાધ્વીશ્રી ચંદનબાળાજી કરતાં સાધ્વીશ્રી મૃગાવતીજીને પહેલા કેવલજ્ઞાન મળી ગયું. ક્રોધી સ્વભાવના ચંડરુદ્રાચાર્ય નામના ગુરુના લાકડીના ઘાને સહન કરનાર નૂતન શિષ્યને ગુરુ કરતાં પહેલાં કેવલજ્ઞાન થઈ ગયું. મુખ્યતયા સમર્પણ ભાવની પરાકાષ્ઠા હોવાના લીધે તો ત્રિપદીને સાંભળતાં સાંભળતાં ગણધર ભગવંતોને દ્વાદશાંગીનો ક્ષયોપશમ થઈ જાય છે. ગુરુસમર્પણભાવ જેટલો પ્રબળ હોય તેટલું સમ્યજ્ઞાન નિર્મળ અને બળવાન બને છે.
પંચાશકજીમાં તો ગુરુ પારતંત્ર્યને જ જ્ઞાન કહેલ છે. ‘ગુરુવારતંત નારૂં' (૧૧/૭). શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ જેવાના ઉપરોક્ત વચનને ગંભીરતાથી જીવનમાં વણી લેનારને તો કલિકાલમાં પણ ગુરુતત્ત્વ કલ્પવૃક્ષની જેમ અવશ્ય ફળે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જેની કુંડલીમાં ગુરુગ્રહ કેન્દ્રમાં હોય તેના (અન્ય ગ્રહો દ્વારા થનારા) લાખો દોષો હણાઈ જાય છે. તેમ જેના હૃદયમાં કેન્દ્રસ્થાને ગુરુ હોય તેના જીવનમાં બીજા લાખો દોષો નબળા બનીને ખરી પડે છે, રવાના થાય છે.
ગુરુની આજ્ઞાને માનવી તે જઘન્ય કોટીની ગુરુભક્તિ છે. અને ગુરુની ઈચ્છા મુજબ જીવનને બનાવી દેવું, ભલે પોતાની ઈચ્છાને કચડી નાખવી પડે તે મધ્યમ કોટિની ગુરુભક્તિ છે. તથા મનમાં ઉઠતી પ્રત્યેક ઈચ્છા ગુરુની ઇચ્છા મુજબ જ હોય અને ગુરુઈચ્છા મુજબ જ પ્રેમથી સંયમજીવન સમગ્રપણે જીવે તે ઉત્કૃષ્ટ ગુરુભક્તિ / સમર્પણભાવ છે.
મોક્ષમાર્ગ જેટલો શાસ્ત્રમાં રહેલો છે તેના કરતાં વધુ તાત્ત્વિક મોક્ષમાર્ગ સદ્ગુરુ પાસે જીવંત રહેલો છે. ગુરુના હૃદયમાં વણાયેલ જીવંત મોક્ષમાર્ગ મેળવનાર જ મોક્ષનો ભાગી બની શકે છે. ગુરુ તત્ત્વની ઉપાસના વિના કેવળ શુષ્ક રીતે ભણવાથી કે બાહ્ય તપ- -ત્યાગથી મોક્ષમાર્ગ સાચા અર્થમાં મળી શક્તો નથી. માટે પુણ્યોદયથી મળેલા સદ્ગુરુદેવશ્રીની તાત્ત્વિક ઉપાસનાને જીવંત રીતે જીવનમાં કેળવવા પ્રયત્નશીલ બનતા રહેશો. પછી મોક્ષ બહુ દૂર નથી.
23