________________
વહાલત કરતાં યતિધર્ન ચઢે.
આપણે સંયમજીવનમાં પાંચ મહાવ્રત પાળીએ છીએ તે વ્યવહાર ચારિત્ર છે. ક્ષમા, નમ્રતા વગેરે દશવિધ યતિધર્મનું પાલન એ નિશ્ચય ચારિત્ર છે. તથા ૧૮૦૦૦ શીલાંગરથનું પાલન એ નિશ્ચય અને વ્યવહાર ઉભયસંમત ચારિત્ર છે. “ઘ મૂલજિયસંજ્ઞાખ્યા વચરતશ્વ યોગાત્રા શાના સત્રાણામષ્ટાવરીચ નિષ્પત્તિકા (૨૮૮) આમ પ્રશમરતિમાં દશ યતિધર્મને મુખ્ય કરીને, પૃથ્વીકાય વગેરે પાંચ-વિકલેન્દ્રિય આદિ ચાર તથા અજીવ એમ કુલ ૧૦ ની, મન-વચન-કાયા, કરણ-કરાવણ-અનુમોદનથી ઈન્દ્રિય અને સંજ્ઞાને પરવશ થયા વિના રક્ષા કરવાની વાત કરેલ છે. યતિધર્મ ૧૦ x પૃથ્વી આદિ ૧૦ x ઈન્દ્રિય ૫ x સંજ્ઞા ૪ x કરણાદિ ૩ X કાયા વગેરે ૩ = ૧૮૦૦૦ શીલાંગરથ.” દશવિધ યતિધર્મ વિના કેવળ બાહ્ય પાંચ મહાવ્રતનું નિરતિચાર પાલન બહુ બહુ તો માત્ર નવ રૈવેયક આપી શકે. દશવિધ યતિધર્મ સાથે તેનું પાલન મોક્ષ આપી શકે. પાંચ મહાવ્રતનું નિર્મળ પાલન કાયિક બળ, માનસિક એકાગ્રતા, કાયિક અપ્રમત્તતા હોય તો પણ થઈ શકે. પણ દશવિધ યતિધર્મનું પાલન તો મોહનીય કર્મના પ્રબળ ક્ષયોપશમથી મળનાર વિશિષ્ટ ચિત્તશુદ્ધિ હોય તો જ થાય. માટે આપણે પાંચ મહાવ્રતપાલન ઉપર જેટલું લક્ષ રાખવાનું છે તેના કરતાં વધુ ઝોક દશવિધ યતિધર્મપાલન પ્રત્યે રાખવાનો છે. મહાવ્રત કેરી હોય તો યતિધર્મ મીઠાશ છે. મહાવ્રત ફૂલ હોય તો યતિધર્મ ફોરમ છે. મહાવ્રત શરીર હોય તો યતિધર્મ એ તાકાત છે, આત્મા છે, પ્રાણ છે.
બધા જ અપવાદ મહાવ્રતમાં બતાવેલ છે. યતિધર્મમાં એક પણ માનસિક અપવાદ કે છૂટછાટ બતાવેલ નથી. કારણ કે યતિનું લક્ષણ એટલે જ યતિધર્મ. લક્ષણ વિના વસ્તુ હાજર જ ન હોઈ
- ૭૦