________________
णं सक्के देविंदे देवराया अणवज्जं भासं भासति" (१६/२/८ भगवतीसूत्र) અર્થાત “ઈન્દ્ર મહારાજ ખેસના | વસ્ત્રના છેડાને મોઢા આગળ રાખીને બોલે ત્યારે તેની ભાષા નિરવદ્ય = આરાધની = સત્ય હોય અને ખુલ્લા મોઢે ઈન્દ્ર બોલે તો તેની ભાષા સાવદ્ય = વિરાધની = મૃષા હોય છે.”
પન્નવણાના ૧૧મા પદમાં પણ જણાવેલ છે કે “સાવદ્ય ભાષા નિશ્ચય નયથી અસત્ય ભાષા છે.” આ ઘટના/હકીકત ઉપર ખૂબ શાંતિથી વિચાર કરવા જેવો છે કે નૈૠયિક સમ્યગ્દર્શનને નિયમો ધારણ કરનાર ઈન્દ્ર પણ જો મોઢા પાસે વસ્ત્રનો છેડો રાખ્યા વિના બોલે તો તેની ભાષા મૃષા કહેવાતી હોય તો વ્યવહાર સમ્યગ્દર્શનને ધારણ કરનારા) સંયમીઓ જો મુહપત્તિનો ઉપયોગ કર્યા વિના બોલે તો તેની ભાષા સત્ય કઈ રીતે બની શકે ? બીજું મહાવ્રત કઈ રીતે ટકી શકે? વાયુકાય, સંપાતિમ જીવો વગેરેની વિરાધનાથી પ્રથમ મહાવ્રત કેવી રીતે નિર્મળ રહી શકે ? જીવ અદત્તના લીધે ત્રીજું મહાવ્રત પણ કઈ રીતે અખંડ રહે ? રોજના બેરોકટોક મહાવ્રતખંડન પછી વર્ષોના સંયમપર્યાયને વ્યવહારથી ધારણ કરવા છતાં સંયમજીવનની સાત્ત્વિક અનુભૂતિ કઈ રીતે થઈ શકે ? ભાષાસમિતિ અને વચનગુતિ ચાલી જાય પછી અષ્ટપ્રવચનમાતાની અખંડ નિશ્રા કેવી રીતે મળી શકે ? પ્રવચનમાતાના વિરહમાં સંયમી બાળ કેવી રીતે સુરક્ષિત અને સલામત હોઈ શકે ?
(૧) કાયમ મુહપત્તિનો ઉપયોગ રાખીને બોલવાથી બિનજરૂરી બોલવાનું લગભગ બંધ જ થઈ જાય છે.
(૨) આથી બિનજરૂરી વેડફાતી શક્તિનો દુર્વ્યય પણ અટકે છે. કારણ કે શરીરની ધાતુના ક્ષય કરતાં પણ વાણી દ્વારા શક્તિક્ષય વધુ થતો હોય છે. “વીર્થક્ષયાત્ વાસયો વત્તીયા (૩) આ બાબત ખ્યાલમાં આવવાના લીધે અંતર્દેશીયપત્ર કે
–૭૩ -