________________
કવરની ભાષાના બદલે ટેલીગ્રામ અને ફેક્સની ભાષા સહજ રીતે આત્મસાત્ થાય.
(૪) તેનાથી મૃષાવાદ પણ પ્રાયઃ બંધ થાય છે. (૫) આના લીધે મૃષાવાદથી અને બેદરકારીથી બોલવા દ્વારા ઊભા થતા સંઘર્ષો પણ બંધ થાય છે.
(૬) વિચારપૂર્વક બોલવાની ટેવથી બીજા મહાવ્રતની પાંચમી ભાવના પણ સહજ રીતે આત્મસાત્ થાય.
(૭) મુહપત્તિને હાથમાં પકડીને મોઢા પાસે રાખીને બોલવાથી ક્રોધના ઉકળાટથી બોલવાનું પણ પ્રાયઃ બંધ થઈ જાય. હૃદયમાં ક્રોધનો તીવ્ર ઉકળાટ રાખીને બોલનાર લગભગ મુહપત્તિને હાથમાં પકડીને, મોઢા પાસે રાખીને, બોલી શકતો નથી.
(૮) આમ મુહપત્તિના સતત ઉપયોગથી બીજા મહાવ્રતની પ્રથમ ભાવના પણ જીવનમાં સક્રિયપણે વણાઈ જાય છે.
(૯) પ્રબળ હાસ્યમોહનીયના ઝેરી ફુવારામાં સ્નાન કરવાનું કલંક પણ પ્રાયઃ મુહપત્તિનો સર્વત્ર સર્વદા ઉપયોગ રાખનારના જીવનમાં જોવા નહિ મળે.
(૧૦) તેથી બીજા મહાવ્રતની ચોથી ભાવના પણ સહજ રીતે પળાઈ જાય છે.
(૧૧) તેનાથી બીજું મહાવ્રત નિર્મળ બને છે.
(૧૨) જિનાજ્ઞા પ્રત્યે સક્રિય અહોભાવ અંતરમાં કેળવાય છે. (૧૩) જીભમાં તાત્ત્વિક વચનલબ્ધિ પ્રગટે છે. (૧૪) વાયુકાયને બચાવવાની સતત વૃત્તિ અંતઃકરણમાં પ્રગટે છે. (૧૫) તેના દ્વારા સંયમના પરિણામ નિર્મળ થાય છે. (૧૬) Sound Pollution માં પણ ઘટાડો થાય છે. (૧૭) બોલતી વખતે થુંક ઉડવા દ્વારા સહવર્તી સંયમીની કે પુસ્તકાદિની થતી આશાતના પણ અટકે છે.
મુહપત્તિનો ઉપયોગ રાખવાની બાહ્ય દિષ્ટએ દેખાતી નાનકડી
૭૪