________________
નાનકડી પણ બળવાન આરાધન,
દો ળિä તવો...' ઈત્યાદિ દશવૈકાલિકસૂત્રના વચનથી નિત્ય એકાસણાં કરવાની દરેક સંયમીને જિનાજ્ઞા છે. શારીરિક નબળાઈ વગેરેના કારણે કદાચ તેનું પાલન ન થાય તેવું પણ
ક્યારેક બની જાય. પરંતુ તેનો પક્ષપાત, તે યોગને ઝડપથી પુનઃ પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના, નિત્ય એકાસણા આદિ તપને આરાધનાર ઉપરનો સદ્ભાવ વગેરેનું સતત પરિશીલન થવાથી એ યોગને પુનઃ આરાધવાની તક, શક્તિ અને ઉજળા સંયોગ અવશ્ય મળે છે.
પરંતુ આજે મારે બીજી એક વાત કરવી છે કે નિત્ય એકાસણાનો તપ છૂટી જાય તે જેટલું મનમાં ખૂંચે છે તેની જેમ દિવસમાં અવાર-નવાર બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ નથી રહેતો એનો રંજ-અફસોસ આપણને કેટલો ? રોજના એકાસણાંની આરાધના કરતાં પણ બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ રાખવાની આરાધના - અપ્રમત્તતા ઘણી ચઢિયાતી છે. એકાસણા માટે શારીરિક શક્તિની જરૂર છે. મુહપત્તિના ઉપયોગ માટે માનસિક વૈર્ય, જિનાજ્ઞા પ્રત્યે આદર અને અપ્રમત્તતાની જરૂર છે. જે યોગમાં પ્રધાનતયા શારીરિક બળની જરૂર હોય તે યોગ કરતાં જે યોગમાં અપ્રમત્તતા - માનસિક ઉપયોગ આદિની પ્રધાનતયા આવશ્યકતા હોય તે યોગ બળવાન બને છે.
* ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીજી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે “ઈન્દ્રની ભાષા આરાધની કે વિરાધની? સત્ય કે મૃષા ?' ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે “યમાં ! નારે णं सक्के देविंदे देवराया सुहुमकायं अणिजुहित्ता णं भासं भासति ताहे णं सक्के देविंदे देवराया सावज्जं भासं भासति । जाहे णं सक्के देविंदे देवराया सुहुमकायं णिजुहित्ता णं भासं भासति ताहे
ન ૭૨ -