________________
અને પરમગુરુની સામે ગોશાળાની જેમ બળવો કરવાની હિચકારી વૃત્તિ પણ જન્મે. આ દૃષ્ટિને સાધકે તુરત જ છોડવી જોઈએ. (૨) ઘુવડની દૃષ્ટિ
ઘુડવને અંધારામાં મજા પડે. અજવાળાથી તે દૂર ભાગે. તેમ જેને આરાધના, સ્વાધ્યાય, સેવા, ભક્તિ વગેરેના અવસરે કંટાળો આવે અને ગોચરી, પાણી, કપડા, વસતિ, સગવડતા વગેરેની વાતોમાં તે ઊંડાણથી રસ દાખવે. સ્વાધ્યાયમાં દિવસે ય ઊંઘ, બગાસા, ઝોકા આવે અને વાતો કરવામાં રાતે હોંશે હોંશે ઉજાગરા કરે. પોતાનો કાપ કાઢવો હોય તો ઉલ્લાસથી કાઢે અને ગ્લાન, વૃદ્ધ સંયમીનો કાપ કાઢવો હોય તો થાક લાગે, કંટાળો આવે.
ટુંકમાં પુદ્ગલરમણતા પોષે, ઋદ્ધિ-૨સ-સાતા ગારવ દૃઢ કરે, વિકથા-નિંદારસને મજબૂત કરે, દેહાધ્યાસ તગડો કરે તેવી જ બાબતમાં રસ પડે અને તારક તત્ત્વ પ્રત્યે અણગમો-આ ઘુવડની દૃષ્ટિ છે. વ્યવહારથી સંયમજીવન મળી જવા છતાં આવી દૃષ્ટિના શિકાર બનેલા જીવો આત્મકલ્યાણ સાધી શકતા નથી. (૩) સમડીની દૃષ્ટિ
આકાશમાં ઊંચે ઉડવા છતાં સમડીની નજર તો નીચે સડેલા ઉકરડામાં પડેલા મરેલા ઉંદરને શોધવામાં જ પરોવાયેલી હોય. તેની દૃષ્ટિ તીક્ષ્ણ હોવા છતાં નીચે બગીચામાં રહેલ સુગંધી ફૂલ, પાકેલા ફળ, હરિયાળી વનરાજીને માણવાનું સૌભાગ્ય એની પાસે નથી. એને તો માંસના ટુકડા અને મડદા ચૂંથવામાં જ રસ છે. તે જ રીતે (૧) જે સ્વયં ઉગ્ર તપશ્ચર્યા કરવા દ્વારા સાધનાના ગગનમાં ઊંચે ઉડવા છતાં મનથી આહારસંજ્ઞાનો ગુલામ હોય, (૨) તપ ન કરી શકનાર પ્રત્યે અસદ્ભાવ હોય, (૩) સંસાર છોડવા છતાં સંસારીઓ પ્રત્યે મમત્વવૃત્તિ ખસતી ન હોય, (૪) પોતે ઘણું ભણે પણ ન ભણનાર પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર રાખે.
૬૩