________________
નજર રહે તો જ સદ્ગતિ અને સુલભબોધિતામાં અવરોધક કોઈ ભૂલ જીવનમાં થઈ ના જાય. અને તેને સુલભ બનાવે તેવા દરેક ઉપાયમાં ઉલ્લાસ અને ઉમંગથી સતત સ્વતઃ પ્રવૃત્તિ થયે રાખે. બીજા આરામ કરતાં હોય ત્યારે પણ સ્વાધ્યાયસાધના-સેવામાં પ્રયત્નશીલ રહેવાનું બળ આ દૂરબીન જેવી દૃષ્ટિ વડે તેના ફળને જોવા દ્વારા પ્રાપ્ત થાય છે. (૪) ટેલીસ્કોપ જેવી દૃષ્ટિ
આકાશમાં ઊંચે ઊંચે રહેલ નક્ષત્ર / તારા / ઉપગ્રહો / ગ્રહો વગેરેને ટેલીસ્કોપ સ્પષ્ટ રીતે બતાવે છે. તેમ આપણે આપણી દૃષ્ટિને ઊર્ધ્વગામી બનાવી વિપુલ કર્મનિર્જરા, સિદ્ધ સ્વરૂપ, અવિનાશી સુખ, ક્ષાયિક નિર્મલ ગુણો, પ્રાપ્ત યોગોની તારકતા વગેરેનું સતત દર્શન અને અનુભૂતિ કરાવે તેવી ટેલીસ્કોપટ્ટષ્ટિ પ્રાપ્ત થાય તે માટે ઉઘત રહેવું. પડિલેહણ / પ્રમાર્જન કરતા વલ્કલચીરીને કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ. સાધુની સંયમચર્યા જોઈને ઈલાયચીકુમારને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સાધ્વીશ્રી ચંદનબાળાજીના મોઢા ઉપરનો પ્રશમભાવ જોઈને પેલો શેડુવક ખેડુત સંયમજીવન પામી ગયો. અનિત્ય ભાવના દ્વારા ભરતચક્રી સર્વજ્ઞ બની ગયા. તાજો લોચ અને ઉપર દાંડાના માર પડે છતાં સદ્ગુરુ પ્રત્યેના સદ્ભાવથી ચંડરુદ્રાચાર્યના શિષ્ય કેવલજ્ઞાન પામી ગયા. “હું ગુરુણીના ક્લેશમાં નિમિત્ત બની !” એવા અપરાધસ્વીકાર / દુષ્કૃતગહના ભાવથી મૃગાવતીજી અપ્રતિપાતી જ્ઞાનને પ્રાપ્ત કરી ગયા. માથે અંગારા સળગાવનાર સોમિલ સસરાને પરમોપકારી માનનાર ગજસુકુમાલ મુનિ મુક્તિ રમણીને વરી ગયા. ઈરિયાવહી કરતાં કરતાં પશ્ચાતાપના ભાવમાં ઓગળી જનારા અઈમુત્તાજીએ સર્વજ્ઞતાને મેળવી લીધી.
§Ο