________________
પરિબળોથી તેવી સરળતા, નમ્રતા વગેરે પણ આપણને અનંતીવાર મળેલ છે. પણ મોક્ષમાર્ગે આગળ વધવા માટે તેનો કોઈ મજબૂત સહારો આપણને મળેલ નથી. ઔદિયકભાવના સરળતા વગેરે ગુણોથી કદાચ સદ્ગતિ મળી જાય. પણ પરમગતિ ન મળી શકે. માટે આપણે તો ક્ષયોપશમભાવના સરળતા વગેરે મેળવવાના, આત્મસાત્
કરવાના.
આપણને મળેલ સંયમજીવન, તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ભક્તિ, જિનવચનશ્રવણ, ત્યાગ, જપ, લોચ પ્રતિક્રમણ, કાઉસગ્ગ, ભિક્ષાટન, વિહાર, સમિતિગુપ્તિપાલન, અભિગ્રહ, વંદન વગેરે બાહ્ય યોગો અને ક્ષમા નમ્રતા વગેરે આંતરિક ગુણો આ બન્ને ઔદિયકભાવના હોય તો તેનાથી મોક્ષમાર્ગે આગળ વધી શકાય નહિ. ગતિ થશે પ્રગતિ નહિ થાય. માટે તેને ક્ષાયોપશમિક બનાવવા આપણે “ઉદ્યમ” કરવો જ પડે. આપણું સમગ્ર સંયમજીવન કર્મોદયજન્ય છે કે કર્મક્ષયોપશમજન્ય ? તેના ઉપર ગંભીર વિચાર કરવા જેવો છે.
–
ગતાનુગતિકતા, લાજ-શરમ, યશકામના, અનુપયોગ વગેરેથી બાહ્ય અનુદાનો કે આંતરિક ગુણો આવે તો તે ઔદયિકભાવસ્વરૂપ જાણવા અને દૃઢપ્રણિધાન, સૂક્ષ્મ ઉપયોગ, તીવ્ર એકાગ્રતા, વિવેકદૃષ્ટિ, સહજ અનાસક્તભાવ, ઉછળતો આદર, અંતરંગ બહુમાન, શુદ્ધ વિધિ, યથાશક્તિ જયણા વગેરે તમામ પરિબળો હાજર હોય તો જ તે પારમાર્થિક બળવાન ક્ષાયોપશમિકભાવમાં પરિણમે.
દા.ત. 'આંબેલનો તપ કરતાં પૂર્વે, પચ્ચખાણ પૂર્વે આંબેલની ઝંખના - તાલાવેલી, આંબેલ કરતી વખતે આનંદ, આંબેલ પૂર્ણ થયા પછી તેની અંતરંગ અનુમોદના, ફરીથી ઝડપથી આંબેલમાં આવવાના છળતા મનોરથ, આંબેલના તપસ્વી ઉપર હાર્દિક અહોભાવ, તપસ્વીને તમામ પ્રકારે સહાય કરવામાં તરવરાટ, તપસ્વીની ભરપેટ અનુમોદના, આંબેલ ન કરનારા ઉપર જરા
૫૪