________________
પણ દ્વેષ કે ઘૃણા ન હોય, આંબેલનો પ્રત્યેક કોળીયો મોઢામાં જાય તે સમયે ‘હું ધન્ના અણગારને રોમેરોમમાં પરિણમાવું છું' આવી હૃદયમાં ભાવના, આપણાથી આંબેલની ઓળીમાં આગળ હોય તેના પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ ન હોય, પારણામાં પણ આંબેલના તપની હાર્દિક અનુમોદના- આવા અનેક ચાલકબળોથી જો આંબેલનો તપ કરીએ તો તે ક્ષાયોપશમિક ભાવમાં પરિણમે. તેવું ન હોય, વિપરીત હોય તો તે ઔયિક ભાવનો તપ જાણવો. ઓળી ક્યારે પૂરી થાય? ક્યારે પારણું આવે ? આવા સતત વિચાર આવે, પારણામાં ઠંડકનો અનુભવ થાય, આંબેલમાં પણ ગરમાગરમ ફરસાણ વગેરેના માધ્યમથી આહારસંજ્ઞાનું પોષણ કરવાની રુચિ જાગે, તપનું અભિમાન પ્રગટે, તપસ્વીની ઈર્ષ્યા જન્મે, આંબેલનું પચ્ચક્ખાણ કરતી વખતે પણ ગદ્ગદ્ભાવ ન હોય, ગતાનુગતિક તપ થાય, લજ્જાથી તપ થાય, આવું બધું હોય તો સમજવું કે ‘હજુ આપણો તપ ઔદિયકભાવનો જ છે, બળવાન ક્ષાયોપશમિક ભાવનો નહિ.'
(૧) બહારથી ક્રોધ, અભિમાન કરશું તો આપણી છાપ બગડશે, (૨) સામેવાળો મને નુકશાન ન કરે માટે તેનું સહન કરું, (૩) મારી માયા કે મૃષાવાદ જો કોઈ જાણશે તો મારો કોઈ વિશ્વાસ નહિ કરે, (૪) સામે બોલીશ તો મારી આબરૂ જશે, (૫) ક્લેશ-કંકાશ કરીશ તો અવસરે મને કોઈ સહાય નહિ કરે, (૯) ક્રોધ કરીશ તો સામેવાળો મારા ઉપર ઉપકાર નહિ કરે, (૭) સ્વપ્રશંસા જાહેરમાં કરીશ તો મને બધા અભિમાની સમજશે, (૮) જુઠું બોલીશ તો મને દંડ થશે.” આવી ગણતરીથી જો સરળતા, નમ્રતા, ઉપશમભાવ વગેરે આવે તો તેને ઔયિક
ભાવના સમજવા.
કોઈ કડવું વચન સંભળાવે અને આપણી છાપ ન બગડે તેવા આશયથી બહારથી ક્રોધ ન કરીએ પણ મનમાં સંક્લેશ થાય,
૫૫