________________
સાનુબંધ, દઢ અને વિનયયુક્ત નમ્રતા આખા ભવચક્રમાં મળવી ખૂબ જ દુર્લભ છે. અમરતાના પાયામાં નમ્રતા છે. મોક્ષમાં જઈને અમર બનવું હોય તો અહીં નમ્ર બનવું જ પડે.
(૩) જિનવચનશ્રદ્ધાને મોઢેથી વ્યક્ત કરીએ તે અલગ અને હૃદયથી સ્વીકારીએ તે અલગ. આપણા ઉપર ઉપસર્ગ કરનાર પણ આપણી કર્મનિર્જરામાં સહાયક હોવાથી ઉપકારી છે - આવી જિનવચનની શ્રદ્ધા ઉપશમભાવ ન હોય તો ડગમગી જાય. “મારા જીવનમાં બનતી પ્રત્યેક ઘટના મારા આત્મવિકાસ માટે જ છે, ઉત્થાન માટે જ છે.” આવી શ્રદ્ધા ટકાવવી હોય તો ઉપશમભાવ અનિવાર્ય છે. માટે “જિનવચનશ્રદ્ધા દુર્લભ છે” આવું કહેવાની પાછળ રહસ્ય એ છે કે મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જિનવચનશ્રદ્ધા = સમકિત ટકાવી રાખે તેવો વિશુદ્ધ ઉપશમભાવ મળવો સમગ્ર ભવચક્રમાં અતિદુર્લભ છે. માટે સમકિતનું પ્રથમ લિંગ પ્રશમભાવ મૂકેલ છે.
વિશુદ્ધ ઉપશમભાવ આવે તો જ જિનવચનોની દઢ શ્રદ્ધા સ્વરૂપ સમકિત આવે. “નરક છે, જીવના પ૬૩ ભેદ છે, નિગોદમાં અનંત જીવ છે.” આવા જિનવચનની શ્રદ્ધા કદાચ સરળ હશે. પણ “આપણને વગર કારણે, વિના વાંકે હેરાન-પરેશાન કરનાર આપણો પરમ ઉપકારી છે' - આવા જિનવચનની શ્રદ્ધા દુર્લભ છે. કારણ કે તેને પામવા, ટકાવવા માટે ઉપશમભાવ કેળવવો જ પડે. ગજસુકમાલ, ચિલાતિપુત્ર, દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ વિશુદ્ધ ઉપશમભાવ આત્મસાત્ કર્યો. તેથી જ તેમની જિનવચનશ્રદ્ધા જીવલેણ ઉપસર્ગમાં પણ ચલાયમાન ન થઈ.
(૪) “સંયમ દુર્લભ છે.” એવું કહેવાના બદલે “સંયમમાં પુરુષાર્થ દુર્લભ છે. આવું ભગવાને ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે. આની પાછળ પણ રહસ્ય રહેલ છે. સંયમમાં પુરુષાર્થ કરવાનો મતલબ છે સંયમના આચારમાં પ્રવર્તવું. ખુલ્લા પગે વિહાર, વર્ષમાં
ન ૫૦