Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઈચ્છાને અહીં શુશ્રુષા તરીકે વર્ણવી છે. માત્ર ઈચ્છા શુશ્રુષા નથી, શ્રવણની ઈચ્છા શુશ્રુષા નથી, શાસ્ત્ર શ્રવણની ઈચ્છા શુશ્રુષા નથી અને ધર્મપ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઈચ્છા પણ શુશ્રુષા નથી, પરંતુ સદ્ધર્મપ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઈચ્છા શુશ્રુષા છે. તેવી શુશ્રુષા જ સમ્યગ્દષ્ટિ આત્માના સમ્યગ્દર્શનને જણાવનારી છે. આથી આપણને આપણા સમ્યગ્દર્શનના પરિણામનો થોડો થોડો અણસાર લાવવો હોય તો આવી શકે છે. ચારિત્રધર્મના અનુરાગને અહીં ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. માત્ર ધર્મ પ્રત્યેનો રાગ એ ધર્મરાગ નથી. માર્ગાનુસારી ધર્મ, સમ્યગ્દર્શન કે દેશવિરતિને અનુરૂપ ધર્મ પ્રત્યેનો રાગ પણ અહીં ધર્મરાગસ્વરૂપે વર્ણવ્યો નથી. પરંતુ ચારિત્રધર્મ પ્રત્યેનો જે અનુરાગ છે તેને ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. રાગનો રાગ અનુરાગ છે. રાગ અને અનુરાગમાં જે વિશેષ છે તે આપણે સમજી શકીએ છીએ. બાહ્ય ઈન્દ્રિયોથી દૂર થયેલા વિષયો પણ હૈયામાંથી દૂર થતા નથી. આવી અવસ્થા ખરેખર જ વિષયના અનુરાગની છે. ચારિત્રનો પણ આવો જ અનુરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. ચારિત્ર મળતું ન હોવા છતાં તેમના હૈયામાંથી તે(ચારિત્ર) ક્યારે પણ ખસતું નથી. ધર્માચાર્ય, શ્રી જિનેશ્વરદેવ અને સાધર્મિક વગેરેની ઔચિત્યાદિપૂર્વકની જે અર્ચના છે તેને અહીં ગુરુદેવાદિપૂજા તરીકે વર્ણવી છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના GEEEEEEEEEEEEEE D ED]D]D]D]D]D]DD

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66