________________
स्यादीदृक्करणे चान्त्ये, सत्त्वानां परिणामतः । त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्त्ति च ॥१५- ७॥
“છેલ્લું કરણ પ્રાપ્ત થયે છતે પ્રાણીઓને એવા પ્રકારનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પરિણામને આશ્રયીને તે કરણ ત્રણ પ્રકારનાં છે. યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ.’’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, આત્માના પરિણામવિશેષને ‘કરણ’ કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ : આ ત્રણ ભેદથી કરણના ત્રણ પ્રકાર છે. આ ત્રણ કરણોનું સ્વરૂપ અન્યગ્રંથોથી સમજી લેવું જોઈએ...
1194-011
888
ઉપર જણાવેલા આત્મપરિણામવિશેષ સ્વરૂપ કરણમાંથી કયું કરણ ક્યારે હોય છે-તે જણાવાય છેग्रन्थिं यावद् भवेदाद्यं, द्वितीयं तदतिक्रमे । भिन्नग्रन्थेस्तृतीयं तु, योगिनाथैः प्रदर्शितम् ।। १५-८॥
“જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ગ્રંથિનું ઉલ્લંઘન કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ કરી લીધા પછી ત્રીજું અનિવત્તિ(અનિવૃત્તિ) કરણ હોય છે : એમ યોગીઓના નાથ એવા શ્રી તીર્થંકરપરમાત્માઓએ જણાવ્યું છે.’’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
૧૨
E QZ D]