Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ બોધિસત્ત્વ-જીવોનાં બીજાં પણ લક્ષણો સમ્યગ્દષ્ટિ આત્મામાં સદ્ગત છે, તે જણાવાય છેपरार्थरसिको धीमान्, मार्गगामी महाशयः । गुणरागी तथेत्यादि, सर्वं तुल्यं द्वयोरपि ॥१५-१२॥ શ્લોકાઈ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બોધિસત્ત્વ છવો પરાર્થરસિક, ધીમાન, માર્ગગામી, મહાશય અને ગુણરાગી હોય છે. પરોપકાર કરવાના ચિત્તવાળા આત્માને પરાર્થરસિક કહેવાય છે; સામગ્રી મળે કે ના મળે પરંતુ નિરંતર તેમનું ચિત્ત પરોપકારમાં લાગેલું હોય છે. તેઓ માર્ગાનુસારી બુદ્ધિવાળા-ધીમાન હોય છે અને તેથી જ માર્ગગામી એટલે કે કલ્યાણને પ્રાપ્ત કરાવનારા માર્ગે (મોક્ષમાર્ગે) જનારા હોય છે. ઉદાર-પ્રશસ્ત આશયવાળા હોવાથી તેમને મહાશય કહેવાય છે. તેમ જ આ બોધિસત્ત્વ આત્માઓ ગુણી જનોના ગુણો પ્રત્યે અનુરાગી હોય છે... આવા અનેકાનેક ગુણો શાસ્ત્રાંતોમાં તે બોધિસત્વ જીવોના વર્ણવ્યા છે. તે બધા જ ગુણો અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં હોવાથી બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિ : એ બન્નેમાં એ બધા ગુણો તુલ્ય-સમાન છે. ૧૫-૧૨ SAURUS સમ્યગ્દષ્ટિ આત્મામાં બોધિસત્ત્વ જીવોના ગુણોની અપેક્ષાએ તુલ્યતા જણાવીને હવે બોધિસત્વ'-આ નામના અર્થની અપેક્ષાએ પણ તુલ્યતા છે, તે જણાવાય છે DEEPENDEDDED GS/ST/SC/ST/SC/ST /S. \D D D D DEFEND GSSSSSSSSSB/ST/

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66