Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે-“વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે તે શિષ્ટ છે.'... ઈત્યાદિ શિષ્ટલક્ષણોનું નિરાકરણ કરવાથી; રાત: ક્ષીણતોષવં શિષ્ટત્વF-આ શિષ્ટલક્ષણ પ્રતિફલિત થાય છે. આ શિષ્ટત્વ અહીં-સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ સદ્ગત થાય છે. દુઃખે કરીને ભેદી શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદનથી ઉત્પન્ન થયેલા નિરતિશય આનંદના ભાજનમાં જ શિષ્ટત્વ મનાય છે. તેવા પ્રકારનો આનંદ શિષ્ટત્વનું લિગ છે. અંશતઃ જેમના દોષો ક્ષીણ થયા છે તે શિષ્ટ છે. દોષના ક્ષયનો પ્રતિયોગી દોષ છે. તે દોષો બધા એકસરખા ન હોવાથી તેમાં ભેદ છેતરતમતા છે. તે ભેદ સકલ જનને અનુભવસિદ્ધ છે. તેથી જ આ શિષ્ટ છે; આ આનાથી શિષ્ટતર છે અને આ આનાથી શિષ્ટતમ છે... ઈત્યાદિ તરતમતાના વિષયમાં શિષ્ટત્વનો વ્યવહાર સર્વ જનોને પ્રતીત છે. આ વ્યવહાર અધિકૃત દોષક્ષયની અપેક્ષાએ અધિકાર અને અધિકતમ દોષક્ષયના કારણે સત બને છે. સર્વથા વેદપ્રામાણ્યના અભ્યપગમમાં કોઈ પણ જાતની વિશેષતા ન હોવાથી વેદને પ્રમાણ માનનારામાં કોઈ વિશેષતા ન હોવાથી અન્ય મતમાં તરતમતાસંબંધી શિષ્ટત્વનો વ્યવહાર સદ્ગત નહીં થાય. ઉપર જણાવ્યા મુજબ વેદપ્રામાણ્યાભ્યપગમસ્વરૂપ શિષ્ટલક્ષણનો નિરાશ થવાથી ‘વિહિનાથનુBતૃત્વ શિષ્ટત્વ” અર્થા વેદમાં વિહિત જે અર્થ છે તે કરનારને DEEG EEEEEEEEEE

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66