________________
પણ તાત્પર્ય સ્યાદ્વાદસદ્ગત યુક્તિઓથી જ ગ્રહણ કરાય છે. તેથી જૈનોમાં પણ શિત્વ માનવું પડશે... ઈત્યાદિ સ્થિરતાપૂર્વક વિચારવું. ૧૫-૩ળા.
SOURCE યુત્યુપજીવ્યત્વમાં કારણ જણાવાય છેउद्भावनमनिग्राह्यं, युक्तरेव हि यौक्तिके । ... प्रामाण्ये च न वेदत्वं, सम्यक्त्वन्तु प्रयोजकम् ॥१५-३१॥
“યુક્તિથી સિદ્ધ થતા અર્થમાં યુક્તિનું જ ઉદ્ભાવન કરવું તે નિગ્રહનું સ્થાન નથી. પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી પરંતુ સમ્યક્ત પ્રયોજક છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે પદાર્થની સિદ્ધિમાં યુક્તિનો સંભવ છે, તે પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું જ ઉદ્ભાવન કરવું જોઈએ. અન્યથા યૌક્તિક પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું ઉદ્ભાવન ર્યા વિના માત્ર આગમનું જ પ્રામાણ્ય જણાવાય તો નિગ્રહસ્થાન (વાદમાં પરાજય) પ્રાપ્ત થાય છે. તેથી યુક્તિસદ્ગત પદાર્થની સિદ્ધિ માટે યુક્તિને પ્રમાણ તરીકે ઉદ્ભાવિત કરવાથી નિગ્રહસ્થાન પ્રાપ્ત થતું નથી.
આ વિષયમાં અન્યત્ર કહ્યું છે કે હેતુવાદપક્ષમાં (યૌક્તિક પદાર્થના નિરૂપણમાં) હેતુ(યુક્તિ)નું અને આગમથી સિદ્ધ થનારા આગમિક પદાર્થના નિરૂપણમાં આગમનું નિરૂપણ કરનારા સમય(સિદ્ધાંત)ના પ્રરૂપકો છે,
GEEEEEEEEEE
DEEEEEEDED