SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તાત્પર્ય સ્યાદ્વાદસદ્ગત યુક્તિઓથી જ ગ્રહણ કરાય છે. તેથી જૈનોમાં પણ શિત્વ માનવું પડશે... ઈત્યાદિ સ્થિરતાપૂર્વક વિચારવું. ૧૫-૩ળા. SOURCE યુત્યુપજીવ્યત્વમાં કારણ જણાવાય છેउद्भावनमनिग्राह्यं, युक्तरेव हि यौक्तिके । ... प्रामाण्ये च न वेदत्वं, सम्यक्त्वन्तु प्रयोजकम् ॥१५-३१॥ “યુક્તિથી સિદ્ધ થતા અર્થમાં યુક્તિનું જ ઉદ્ભાવન કરવું તે નિગ્રહનું સ્થાન નથી. પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી પરંતુ સમ્યક્ત પ્રયોજક છે.” આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે પદાર્થની સિદ્ધિમાં યુક્તિનો સંભવ છે, તે પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું જ ઉદ્ભાવન કરવું જોઈએ. અન્યથા યૌક્તિક પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું ઉદ્ભાવન ર્યા વિના માત્ર આગમનું જ પ્રામાણ્ય જણાવાય તો નિગ્રહસ્થાન (વાદમાં પરાજય) પ્રાપ્ત થાય છે. તેથી યુક્તિસદ્ગત પદાર્થની સિદ્ધિ માટે યુક્તિને પ્રમાણ તરીકે ઉદ્ભાવિત કરવાથી નિગ્રહસ્થાન પ્રાપ્ત થતું નથી. આ વિષયમાં અન્યત્ર કહ્યું છે કે હેતુવાદપક્ષમાં (યૌક્તિક પદાર્થના નિરૂપણમાં) હેતુ(યુક્તિ)નું અને આગમથી સિદ્ધ થનારા આગમિક પદાર્થના નિરૂપણમાં આગમનું નિરૂપણ કરનારા સમય(સિદ્ધાંત)ના પ્રરૂપકો છે, GEEEEEEEEEE DEEEEEEDED
SR No.023220
Book TitleSamyagdrashti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy