Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ બીજા, સિદ્ધાંતના વિરાધક છે. આથી સ્પષ્ટ છે કે યૌક્તિક અર્થને પ્રમાણ માનવામાં જ શિષ્ટત્વ સમાયેલું છે. આ વિષયમાં આપણા બધામાં કોઈ જ વિશેષતા નથી. તેથી જૈનોમાં શિષ્ટત્વના વ્યવચ્છેદ માટે એમ કહેવામાં આવે કે વેદત્વ જ પ્રામાણ્યનું પ્રયોજક છે અને યાવદપ્રામાણ્યાભ્યપગમ શિષ્ટત્વ છે, તો તે કથન યુક્ત નથી. કારણ કે વેદત્વ પ્રામાણ્યનું પ્રયોજક નથી. પરંતુ સત્યત્વ (સમ્યત્વ) જ પ્રામાણ્યનું પ્રયોજક છે. લોકવ્યવહારગત શબ્દોનું પ્રામાણ્ય પણ તેની અવિસંવાદિતા(સંવાદિતા)ના કારણે છે. આથી વેદત્વને પ્રામાણ્યનું પ્રયોજક માનવાનું માત્ર શ્રદ્ધા છે, બીજું કોઈ તત્ત્વ નથી. ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૧૫-૩૧ GBXRUB પ્રતિફલિત શિષ્ટત્વના નિર્વચનનો ઉપસંહાર કરાય છે शिष्टत्वमुक्तमत्रैव, भेदेन प्रतियोगिनः । तमानुभविकं बिभ्रत्, परमानन्दवत्यतः ॥१५-३२॥ આથી પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટત્વ, અંશતઃ ક્ષીણદોષત્વ સ્વરૂપ છે. તેના પ્રતિયોગી એવા દોષના ભેદથી (તારતમ્યથી) સકલજનપ્રસિદ્ધ એવા તે દોષક્ષયના તારતમ્યને ધારણ કરતું શિષ્યત્વ પરમાનંદના ભાજન એવા આ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ છે-આ પ્રમાણે બત્રીસમા ETEREDDEDDEDGE " EEEEEEEEEEED

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66