________________
તેથી અમારા આગમને છોડીને અન્ય જૈનાદિના આગમથી ઉપજીવ્ય(અનુસરનાર) ન હોય એવા તાત્પર્યમાં વેદના પ્રામાણ્યના અભ્યપગમનો નિવેશ કરવાથી જૈનોમાં શિષ્ટનું લક્ષણ સદ્ગત નહીં થાય. કારણ કે તેઓ અન્યાનુપજીવ્યવેદના પ્રામાણ્યને સ્વીકારતા નથી.
આ રીતે અતિવ્યામિનું નિવારણ યદ્યપિ થઈ જાય છે; પરંતુ આવી વિવેક્ષાથી કોઈ પણ પ્રકારની વિશેષતા વિના આપણા બંન્નેમાં યુક–પજીવ્યત્વ સમાન છે. આશય એ છે કે અન્યાગમાનુપજીવ્યત્વ અન્યાગમાસંવાદિત સ્વરૂપ છે. પોતાના આગમને છોડીને બીજાના આગમની સાથે સંવાદી ન બને તો તે તાત્પર્ય, સ્વસિદ્ધાંતોપજીવ્ય એટલે કે અન્ય આગમથી અનુપજીવ્ય કહેવાય છે. એવા તાત્પર્યની વિવક્ષા કરાય તો અન્ય આગમની સાથે સંવાદી વચનોના પ્રામાણ્યને લઈને આવ્યામિ આવશે. કારણ કે સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યની વિવક્ષા અન્ય આગમથી અનુપજીવ્ય તાત્પર્યમાં અભિપ્રેત છે અને ન હિંયા[... ઈત્યાદિ અન્ય આગમની સાથે સંવાદી વાક્યાંશમાં તાદશ પ્રામાણ્ય નથી.
એ અવ્યામિના નિવારણ માટે અન્ય આગમથી યુક્તિથી રહિત એવાં વચનોની અપેક્ષાએ અસંવાદિત્વ, તાત્પર્યમાં વિવક્ષિત છે.' આ પ્રમાણે કહેવાય તો જૈનોને પણ પોતાના અભિપ્રાયે યુક્તિથી રહિત વચનોની અપેક્ષાએ અસંવાદી જ તાત્પર્ય છે. કારણ કે ભગવાનના બધાં જ વચનો યુક્તિથી પ્રતિષ્ઠિત છે. મિથ્યાશ્રુત સ્વરૂપ વેદાદિનું
REGDDDDDDDD GES/OGL/C/ST/SC/S/E
E/SONG GEMESTEMS