Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ શિષ્ટ કહેવાય છે- આ પ્રમાણે જે શિષ્ટનું લક્ષણ છે, તેનું પણ નિરસન થઈ જાય છે. કારણ કે વેદવિહિતયાવદર્શનુષ્ઠાતૃત્વ હોવું જોઈએ કે વેદવિહિતાર્થેક-દેશાનુ ખાતૃત્વ હોવું જોઈએ-આ બે વિકલ્પોની વિવક્ષામાં અનુક્રમે અસંભવ અને અતિવ્યામિ સ્પષ્ટ છે. ‘अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टत्वम्' અર્થાર્ અદૃષ્ટ-ધર્માધર્મસાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનના અભાવવાળાને શિષ્ટ કહેવાય છે- આ પ્રમાણે જે શિષ્ટલક્ષણ જણાવાય છે, તે અમારા જણાવ્યા પ્રમાણેના શિષ્ટત્વના અભિવ્યગ્ર તરીકે યુક્ત જણાય છે. કારણ કે ધર્માધર્મના સાધનના વિષયમાં શિષ્ટ પુરુષોને મિથ્યાજ્ઞાન હોતું નથી. પરંતુ અન્ય દર્શનકારોની જેમ તેને સ્વતંત્ર રીતે શિષ્ટનું લક્ષણ માનવાનું ઉચિત નથી. કારણ કે ગંગાજળમાં ફૂપજલત્વનો આરોપ કરી તું જૂપન ં નાતૃષ્ટસાધનમ્ (આ ફૂપજળ અદૃષ્ટનું સાધન નથી.) ઈત્યાકારક જેને ભ્રમ થયો છે, તેને અશિષ્ટ માનવાનો પ્રસઙ્ગ આવશે. તેમ જ કૂપજળમાં આરોપ કરી (ગાજળનો) તું ડ્રામદૃષ્ટસાધનમ્-આવો જેને ભ્રમ થયો છે તેને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે અને ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વ(એંઠાપણું)નો આરોપ કરી તું પંર્જ નાતૃષ્ટસાધનમ્ ઈત્યાદિ ભ્રમ જેને થયો છે તેમાં પણ અશિષ્ટત્વ માનવાનો પ્રસş આવશે. કારણ કે અહીં સર્વત્ર ભ્રમાત્મક જ્ઞાન છે; પરંતુ આરોપને લઈને છે અને ભ્રમવાળો શિષ્ટ છે. તેમાં અદષ્ટ-સાધનતા ૫૮ CERED DVD DOLI D

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66