________________
વિષયક મિથ્યાજ્ઞાનાભાવવત્ત્વ ન હોવાથી લક્ષણ સઙ્ગત થતું નથી.
આ અશિષ્ટત્વનું વારણ કરવા માટે (એટલે કે અવ્યાપ્તિનું નિવારણ કરવા માટે) અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કારથી અને નિષેધરૂપે અદષ્ટસાધનતાવિરોધિરૂપના અપુરસ્કારથી અદષ્ટસાધનતાવિષયક જ્ઞાનની વિવક્ષા કરવી જોઈએ તેથી અવ્યાપ્તિ નહીં આવે.
કહેવાનો આશય એ છે કે અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ ગંગાજલત્વાદિ છે અને રૂપજલત્વ તેમ જ ઉચ્છિષ્ટત્વ વગેરે અદષ્ટસાધનતાવિરોધિરૂપ છે. ઉપર જણાવેલા સ્થળે ગંગાજલત્વાદિનો આરોપ કર્યો હોવાથી તે રૂપે તવચ્છિન્નમાં તાદશ ભ્રમ નથી. તેથી વિવક્ષિત મિથ્યાજ્ઞાનનો અભાવ હોવાથી લક્ષણ સદ્ગત બને છે. પરંતુ આ રીતે અવ્યામિનું નિવારણ કરવા છતાં બૌદ્ધાદિ લોકોને અદષ્ટસાધનતાવિષયક જ્ઞાન; મિથ્યાસ્વરૂપ હોવા છતાં શયનાદિદશામાં તેનો અભાવ હોવાથી તેને લઈને અતિવ્યામિ સ્પષ્ટ છે. પૂર્વોક્ત રીતે શયનાદિદશામાં (શ્લો. નં. ૧૮માં જણાવ્યા મુજબ) અતિવ્યાપ્તિનું વારણ કરવા છતાં જ્યારે અદૃષ્ટસાધનતાવિષયક તાદશ મિથ્યાજ્ઞાનના અભાવનો ગ્રહ ન હોય ત્યારે તે વ્યક્તિમાં શિષ્ટત્વનો વ્યવહાર કરવાનું શક્ય નહિ બને. આવા વખતે પ્રશમાદિ લિકોથી શિષ્ટત્વનો વ્યવહાર સર્વત્ર થઈ શકે છે. તેથી તેવા પ્રકારની દુષ્ટ કલ્પનાનું કોઈ જ પ્રયોજન નથી... ઈત્યાદિ બરાબર
૫૯