Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ પ્રામાણ્યના વિષયમાં વેદનું પ્રામાણ્ય અમને જૈનોને પણ સંમત છે. જેટલાં પરદર્શનો છે; તેટલા નાયો છે.'-આવા પ્રકારની વ્યુતથી પરિકર્મિત બુદ્ધિને ધરનાર આત્માઓ સર્વ શબ્દને પ્રમાણ માને છે. તેથી વેદના પ્રામાણ્યનો અભ્યપગમ તેમના માટે અપાયરહિત છે. ૧૫-૨૦ Bakala ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવાય છેमिथ्यादृष्टिगृहीतं हि, मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु, सम्यग् मिथ्येति नः स्थितिः ॥१५-२९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે મિથ્યાદષ્ટિ આત્માએ ગ્રહણ કરેલું આચારાડ્યાદિ સ્વરૂપ સમ્યગૂ પણ મૃત મિથ્યા છે. કારણ કે તે આત્માને તે સમ્યગૂ પણ યુત વિપરીત બોધનું નિમિત્ત બને છે. સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું વેદપુરાણાદિ સ્વરૂપ મિથ્યા પણ શ્રુત સમ્યક છે. કારણ કે તે આત્માને તે શ્રુત યથાર્થબોધનું કારણ બને છે. વિપરીત બોધનું જે કારણ બને તે મૃત મિથ્યા છે અને સમ્યબોધ(યથાર્થ બોધ)નું જે કારણ બને છે તે શ્રત સમ્યક છે. આ અમારી માન્યતા છે; અર્થાત્ સિદ્ધાંત-મર્યાદા છે. યદ્યપિ આ રીતે તો વેદાદિમાં પ્રમાનિમિત્તત્વ(યથાર્થ બોધનિમિત્તત્વ)માત્રનો જ સ્વીકાર કર્યો ગણાય. પ્રમાકરણત્વસ્વરૂપ પ્રામાણ્યનો સ્વીકાર કરાયેલ નથી. તેથી GSSSSSSSSSSSSSSSB

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66