________________
ત્યારે તેનું જ્ઞાન પોતાના તાત્પૂર્યના અનુસારે ન થાય તો તેના પ્રામાણ્યનો ગ્રહ ન થવાથી દોષ આવશે. ‘વિશેષ સ્વરૂપે તાત્પર્યંનો ગ્રહ ન થવા છતાં સામાન્યથી ગ્રહ(જ્ઞાન) હોવાથી દોષ નથી.’-આ પ્રમાણે કહેવામાં આવે તો એવો સામાન્યથી ગ્રહ અર્થાત્ પ્રામાણ્યનો ગ્રહ તો અમને પણ (જૈનોને) છે. તેથી તેમને પણ શિષ્ટ માનવા પડશે.’’-આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પોતપોતાના તાત્પર્યના અનુસાર સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરનારાને શિષ્ટ માનવામાં આવે તો કેટલાંક દુરધિગમ વેદનાં વચનોનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસારે ન પણ સમજાય ત્યારે તે બ્રાહ્મણને શિષ્ટ માની શકાશે નહિ. તેથી પૂર્વ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી.
‘પોતાના તાત્પર્યના વિષયમાં સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો અભ્યુપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય ન હોવા છતાં; જેનું તાત્પર્ય જાણી શકાયું નથી એવી શ્રુતિમાં પ્રમોપહિતત્વ(યથાર્થજ્ઞાનવિષયત્વ)નો ગ્રહ થતો નથી. પરંતુ પ્રમાકરણત્વ(પ્રામાણ્ય), તેમાં સારી રીતે ગ્રહણ કરી શકાય છે.(કારણ કે મને સમજાતું નથી પણ તે પ્રમાણ છે.-આવું જ્ઞાન થઈ શકે છે.) તેથી સર્વાંશે વેદપ્રામાણ્યનો અભ્યુપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય છે.’-આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે નયસ્વરૂપે(વસ્તુના અંશને ગ્રહણ કરવાના અભિપ્રાયે) પોતાના અભિપ્રાય મુજબના
LRRRRR 可
૫૧
CRL L 可可夾小品品