________________
આવી વિવક્ષામાં કોઈ પણ દોષ નહીં રહે, આ પ્રમાણે કહેનારા પ્રત્યે દોષ જણાવાય છે
अपि चाव्याप्त्यतिव्याप्ती, कात्यदेशविकल्पतः । आद्यग्रहे स्वतात्पर्यान्न दोष इति चेन्मतिः ॥१५-२७॥
“ઉપર જણાવ્યા પ્રમાણે શિષ્ટલક્ષણમાં જે વેદપ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કર્યો છે, તેમાં બે વિકલ્પો છે. સંપૂર્ણ વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે ? અથવા દેશથી વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે ? આ વિકલ્પને આશ્રયીને અનુક્રમે અવ્યામિ અને અતિવ્યામિ આવે છે. તેના નિવારણ માટે એમ માનવામાં આવે કે પોતપોતાની માન્યતા મુજબ સંપૂર્ણ વેદના પ્રામાણ્યની વિવક્ષા કરી છે. તો...” (આના જવાબમાં અઠ્ઠાવીસમા શ્લોકમાં જણાવાશે.)-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે શિષ્ટના લક્ષણમાં જે વેદપ્રામાણ્યાભ્યપગમનો નિવેશ છે; તે વેદનું પ્રામાણ્ય સંપૂર્ણ સ્વરૂપે વિવક્ષિત છે કે પછી દેશથી(અંશતઃ) વિવક્ષિત છેઆ વિકલ્પના વિવેચનથી લક્ષણમાં અવ્યામિ અને અતિવ્યાપ્તિ થાય છે. નૈયાયિકોને અભિમત જે શ્રુતિ છે તેને વેદાંતીઓ પ્રમાણ માનતા નથી. તેથી વેદાંતીઓ સ્વરૂપ બ્રાહ્મણમાં સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યપગમ નથી. આવી જ રીતે વેદાંતીઓને અભિમત શ્રુતિને નૈયાયિકો પ્રમાણ માનતા નથી. તેથી તેમનામાં પણ સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યપગમ નથી. તેથી બ્રાહ્મણમાં લક્ષણનો