________________
પ્રામાણ્યાભ્યપગમના વિરહને લઈને અતિવ્યામિ આવશે. તેના નિવારણ માટે વેદાપ્રામાણ્યાભ્યપગમનો વિરહ, તાદશ વેદપ્રામાણ્યાભ્યપગમના ઉત્તરકાળમાં વૃત્તિ હોવો જોઈએ. તેથી અતિવ્યામિ નહીં આવે.
શિષ્ટ બ્રાહ્મણ વેદને પ્રમાણ માને છે અને એ ભવમાં જ્યાં સુધી તે વેદના અપ્રામાયનો સ્વીકાર કરતો નથી, ત્યાં સુધી તેનામાં વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ છે. એ વિરહ-પોતાના અધિકરણમાં રહેનાર એવા પોતાનાથી ઉત્તરક્ષણમાં રહેનાર વેદપ્રામાણ્યના સ્વીકારના ધ્વસના કાળમાં નથી. તેથી તે કાળ વેદપ્રામાણ્યાભ્યપગમનો ઉત્તરકાળ છે અને તેમાં તે(વિરહ) વૃત્તિ છે. આથી સમજી શકાશે કે એક જન્મને આશ્રયીને વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહના અધિકરણમાં રહેનાર-તેમ જ વેદાપ્રામા
યના અભ્યપગમના વિરહના ઉત્તરકાળમાં રહેનાર વેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસના અધિકરણકાળથી ભિન્ન અધિકરણકાળભૂત વેદપ્રામાણ્યના અભ્યપગમના ઉત્તરકાળમાં રહેનાર-જે વેદાપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ છે; તેને શિષ્ટત્વ કહેવાય છે. અર્થાત્ તાદશ વિરહ સ્વરૂપ શિષ્ટનું શિષ્ટત્વ છે. અત્યંત સ્થૂલ રીતે સમજવું હોય તો, “એક જ જન્મને આશ્રયીને વેદપ્રામાણ્યનો અભ્યપગમ હોય તેનો ધ્વંસ થયેલો ન હોય, ત્યાર પછી વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ થયેલો ન હોય તો તે એક વ્યક્તિની અપેક્ષાએ શિષ્ટત્વ છે.”-આ રીતે સમજી શકાશે.