Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ વિશેષને) છોડીને ઉત્કર્ષજાતિવિશેષ ઈશ્વરીય જ્ઞાનમાં છે અને અપકર્ષવિશેષ તેમ જ ઉત્કર્ષ જાતિ, બંન્ને દેવદત્તાદિના જ્ઞાનમાં છે. આથી આ રીતે સાક્કર્મ આવતું હોવાથી ઉત્કર્ષવિશેષને જાતિ નહીં મનાય. તેથી ઉપર જણાવ્યા મુજબ ઉત્કર્ષ અને અપકર્ષને અપેક્ષાએ વ્યવસ્થિત માનવા જોઈએ. જેથી ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ વગેરે દોષોનો ઉદ્ધાર શક્ય નથી. યદ્યપિ તે તે (જેને શિષ્ટ માનવાના નથી તે તે) કાગડાદિના જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધાભાવકૂટ(સમુદાય) સ્વરૂપ ઉત્કર્ષને માનવાથી ઉપર જણાવેલા દોષોનો સંભવ નથી. પરંતુ તાદશ સંબંધાભાવફૂટનું જ્ઞાન થઈ શકે એમ નથી. તેથી તેને લઈને કરાતું શિષ્ટત્વનું નિર્વચન વચન માત્ર છે. ૧૫-૨૦ GALAR એક જન્મને આશ્રયીને પોતાના અધિકરણમાં રહેનાર અને પોતાના ઉત્તરકાળમાં રહેનાર જે વેદપ્રામાણ્યના અભ્યપગમનો ધ્વંસ, તેના આધારથી ભિન્ન આધારભૂત કાળમાં ગ્રહણ કરેલા વેદપ્રામાયના સ્વીકારના ઉત્તરકાળમાં રહેનાર જે વેદાપ્રામાણ્યના અભ્યપગમનો અભાવ છે તેને શિષ્ટત્વ કહેવાય છે.”-આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરીએ તો કોઈ દોષ નથી. જે વેદને પ્રમાણ માને છે અને વેદને અપ્રમાણ માનતો નથી, તેને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. વેદના પ્રામાયનો અભ્યપગમ અને વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ, એ બન્નેનો અભાવ, એ બંન્નેનો સમય અને

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66