________________
તમારામાં(જૈનોમાં) વેદપ્રામાણ્યનો અભ્યપગમ ન હોવાથી કોઈ દોષ(અતિવ્યામિ) નહીં આવે-એમ કહી શકાય છે. પરંતુ તમે(નૈયાયિકાદિએ) સ્વીકારેલ પ્રમાકરણત્વસ્વરૂપ જ પ્રામાણ્ય બધા પ્રમાતાઓએ (પ્રામાણિકોએ) માન્યું નથી. અવ્યભિચારીસ્વરૂપ પ્રામાણ્યનું નિર્વચન તે તે સ્થાને કરાયેલું છે. આથી શિષ્ટલક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ વગેરે દોષો છે જ, એ સ્પષ્ટ છે. ૧૫-૨૯ો.
BBEROR ઉપર જણાવેલા દોષોના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છેतात्पर्य वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ॥१५-३०॥
સ્વતાત્પર્યમાં તાત્પર્ય અમારા(નૈયાયિકોના) સિદ્ધાંતને અનુસાર હોવું જોઈએ. આ પ્રમાણે જો કહેવામાં આવે તો, તમારે અને અમારે આપણે બંન્નેને યુક્તિને અનુસરનારું તાત્પર્ય સામાન્ય છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, પોતપોતાના તાત્પર્ય મુજબ સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યના અભ્યપગમની વિવક્ષા કરવાથી જૈનોને પણ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે-સ્વતાત્પર્ય એટલે અમારા(નૈયાયિકના) સિદ્ધાંતને અનુસરનારું તાત્પર્ય.
DિEDGEND|DF\D DEE
DEE DEEDDEDGED