Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ કીડીની અપેક્ષાએ કાગડાનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે અને દેવની અપેક્ષાએ બ્રાહ્મણનું જ્ઞાન અપફૂટ છે. એ અપેક્ષાએ કાગડાનું શરીર અપકુટજ્ઞાનાવચ્છેદક નથી અને બ્રાહ્મણનું શરીર અપકૃષ્ણજ્ઞાનાવચ્છેદક છે. તેથી જીવવૃત્તિત્વવિશિષ્ટ (જીવમાં રહેનારો) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના અભાવ(કીડીમાં વૃત્તિ)નો અભાવ તો કાગડામાં પણ છે અને ત્યાં પૂર્વે જણાવ્યા મુજબ પ્રાશ્મવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન વેદાપ્રામાણ્યાભ્યપગમનો વિરહ પણ છે. તેથી કાગડાને લઈને અતિવ્યામિ આવે છે. તેમ જ બ્રાહ્મણમાં તેવા પ્રકારનો; વેદાપ્રામાયના અભ્યપગમનો વિરહ હોવા છતાં; ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો(દેવની અપેક્ષાએ) અભાવ છે પરંતુ તેનો અભાવ નથી. તેથી બ્રાહ્મણને લઈને અવ્યામિ આવે છે. “યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ અપેક્ષાએ ઉત્કર્ષ અને અપકર્ષ માનીએ તો અતિવ્યામિ વગેરે દોષનો સંભવ છે. પરંતુ ઉત્કર્ષ અને અપકર્ષને અહીં અપેક્ષાએ માનતા નથી, પારિભાષિક માનીએ છીએ. કાગડાદિ તિર્યંચોના જ્ઞાનમાં નહિ રહેનારી અને બ્રાહ્મણ-દેવ વગેરેના જ્ઞાનમાં રહેનારી મનુષ્યાદિના જ્ઞાનસાધારણ ઉત્કર્ષ નામની જાતિવિશેષ છે. (અને કાગડાદિના જ્ઞાનમાં રહેનારી અપકર્ષજાતિવિશેષ છે.) તેથી તેને આશ્રયીને કાગડાદિનું જ્ઞાન અપકૃષ્ટ(અપકર્ષાશ્રય) જ છે અને બ્રાહ્મણાદિનું જ્ઞાન ઉત્કૃષ્ટ(ઉત્કર્ષાશ્રય) જ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ DEE DEEEEEEES\D DEEEEEEEEEEEEE GPSC/ST/SC/SONGS/SC/ST/E.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66