Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ ઉપર જણાવેલા અતિવ્યામિ-અવ્યામિદોષના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् । उत्कर्षश्चापकर्षश्च, व्यवस्थो यदपेक्षया ॥१५-२६॥ “ઉપર જણાવેલા અતિવ્યામિ વગેરે દોષના નિવારણ માટે જીવમાં રહેનાર જે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ; તેના અભાવનો નિવેશ કરાય તો તે પણ અસત્ છે. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરનાર અને વેદના અપ્રામાણ્યને હજુ સુધી નહિ સ્વીકારનાર; ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરના અભાવના અભાવવાળો હોય તો તે શિષ્ટ છે. આ પ્રમાણેના તાત્પર્યની વિવક્ષામાં કાગડામાં અતિવ્યામિ નહીં આવે. તેમ જ અંતરાલમાં પણ અતિવ્યામિ નહીં આવે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ છે, તેનો અભાવ નથી. તેથી સામાન્ય રીતે એ નિવેશથી પૂર્વોક્ત અતિવ્યાખ્યાદિ દોષનું નિવારણ થતું હોય-એવું લાગે; પરંતુ તે નિવેશ ખરી રીતે કાગડામાં અને ઈશ્વરમાં આવતી અતિવ્યામિ અને અવ્યામિનું નિવારણ કરવા માટે સમર્થ નથી. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે. અર્થા જે ઉત્કૃષ્ટ મનાય છે; તે બીજાની અપેક્ષાએ અપકૃષ્ટ છે અને જે અપકૃષ્ટ મનાય છે તે બીજા કોઈની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66