________________
અતિવ્યામિ વગેરેનો સંભવ નથી.”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે આવું કહેનારાના મતે ઉત્કર્ષ અને અપકર્ષ નામની તે તે જાતિ માનવાનું શક્ય જ નથી.
કહેવાનો આશય એ છે કે આ રીતે કાર્યમાત્રવૃત્તિ જાતિનો સ્વીકાર કરવામાં આવે તો જેમ “ઘટત્નાવચ્છિન્ન ઘટમાત્રની પ્રત્યે મૃત્તિકા(માટી)સામાન્ય કારણ છે.”-આ પ્રમાણે કાર્યકારણભાવ મનાય છે; તેમ ઉત્કર્ષાવચ્છિન્ન (ઉત્કૃષ્ટત્નાવચ્છિન્ન) જ્ઞાનમાત્રની પ્રત્યે મનુષ્યાદિ(મનુષ્યદેવ) સાધારણ કોઈ ધર્મવિશેષે કરી કોઈ અનુગત કારણની કલ્પના કરવી પડશે. યદ્યપિ ઈશ્વરીયજ્ઞાન નિત્ય હોવાથી તે કાર્ય સ્વરૂપ નથી અને ઉત્કર્ષ સ્વરૂપ જાતિ તો તેમાં પણ છે. તેથી તે કાર્યમાત્રવૃત્તિ જાતિ ન હોવાથી તદવચ્છિન્ન ઉત્કૃષ્ટજ્ઞાનની પ્રત્યે અનુગત કારણ માનવાની આપત્તિ નહીં આવે. પરંતુ દેવદત્તાદિજ્ઞાનનિષ્ઠ જજતાવચ્છેદક સ્વરૂપે જે અપકર્ષવિશેષ છે; તેને લઈને (તેની સાથે) તે ઉત્કર્ષ નામની જાતિવિશેષમાં સાર્ધ આવે છે. તેથી તેમાં જાતિત્વ (તેને જાતિ) નહિ મનાય.
આશય એ છે કે દેવાદિની અપેક્ષાએ દેવદત્તાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. તે અપકૃષ્ટ જ્ઞાનસ્વરૂપ કાર્યસામાન્યની પ્રત્યે કોઈને પણ અનુગત કારણ માનવું પડે છે. તેમાં રહેલી કારણતાનિરૂપિતકાર્યતાનો અવચ્છેદક અપકર્ષ-વિશેષ છે, જે કાગડાદિના જ્ઞાનમાં પણ છે. ઉર્ષને છોડીને અપકર્ષવિશેષ કાગડાદિના જ્ઞાનમાં છે. અપકર્ષને (અપકર્ષ
D]D]]D]D]]D]D GS/BOEMS/BOEMS/DE
DિDEDIEGEEEEEED /BOEMS/GOEMSMSMSMS