Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ સાતમા ગુણસ્થાનક સુધીના આત્માઓમાં આ રીતે શિષ્ટત્વનો વ્યવહાર થઈ શકે છે. “આ રીતે દોષોના ક્ષય સ્વરૂપ શિષ્ટત્વને માનવામાં આવે તો દોષોનો ક્ષય અતીન્દ્રિય(બાહ્ય ચક્ષુ વગેરે ઈન્દ્રિયોથી જેનું પ્રત્યક્ષ ન થાય તેવો) હોવાથી શિષ્ટત્વનો ગ્રહ અશક્ય છે અને તેથી શિષ્ઠના આચારથી જે પ્રવૃત્તિ થાય છે તે નહીં થાય. કારણ કે શિષ્ટાચારનું જ્ઞાન જ થાય તેમ નથી.'' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શિષ્ટત્વ અતીન્દ્રિય હોવા છતાં પ્રશમ, સંવેગ અને નિર્વેદ વગેરે લિજ્જ્ઞો દ્વારા તેનું અનુમાન થતું હોવાથી શિષ્ટત્વનો સારી રીતે ગ્રહ(જ્ઞાન) કરી શકાય છે. “રાગ, દ્વેષ અને મોહ વગેરે દોષો છે. દિવ્યજ્ઞાનની પૂર્વે(અવધિજ્ઞાનાદિની પૂર્વે) તે દોષોના ક્ષયનો ઉપલંભ શક્ય નથી. તેમ જ તે દોષોના કોઈ અવયવો નથી કે જેથી તેનો અંશત:-દેશત: ક્ષય વર્ણવી શકાય’’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉચિત પ્રવૃત્તિ તેમ જ સંવેગ અને નિર્વેદ વગેરેના કારણે જણાતો એવો પ્રબળ દોષોનો જે ક્ષય છે; તેને જ અંશતઃ ક્ષય કહેવાય છે. તેમ જ આત્માને અનુગ્રહ અને ઉપઘાત કરનારા કર્મનો ચય અને ઉપચય થતો હોવાથી કર્મ સાવયવ છે-એ વાત પ્રસિદ્ધ છે. અન્યત્ર એ વાત વિસ્તારથી સમજાવેલી છે. વેદને અનુસરનારા બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ કર્યું છે, તે અસગત છે. ।।૧૫-૧૬ &#2 ૨૭ 小可 En DDDD

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66