________________
संविग्नो भवनिर्वेदादात्मनिःसरणन्तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥१५- १५।।
‘ભવના નિર્વેદના કારણે જે સંવિગ્ન આત્મા ભવથી પોતાના આત્માને બહાર કાઢવા માટે ચિંતવે છે, તે પોતાના જ પ્રયોજનમાં પ્રવૃત્ત હોવાથી મુણ્ડ-કેવલી બને છે.’’આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે-હિંસાનો પ્રબંધ જેમાંથી ધ્વસ્ત થયો છે; એવા તથ્ય ધર્મને વિશે; રાગ, દ્વેષ અને મોહથી રહિત એવા દેવને વિશે તેમ જ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત એવા સાધુ મહાત્માને વિશે નિશ્ચલ જે અનુરાગ છે; તેને સંવેગ કહેવાય છે. આવા સંવેગને પામેલા આત્માને સંવિગ્ન કહેવાય છે. સંસારની વિરસતાને ભવનૈર્ગુણ્ય કહેવાય છે અને જરા-મરણાદિ સ્વરૂપ ભયંકર અગ્નિસ્વરૂપ ભવથી પોતાના આત્માને દૂર કરવા સ્વરૂપ અહીં આત્મનિ:સરણ છે.
સંસારની વિરસતાથી જે સંવિગ્ન આત્મા પોતાના આત્માને સંસારથી દૂર કરવાનું ચિંતવે છે, તે આત્મા સદા પોતાના જ પ્રયોજનમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો હોવાથી મુણ્ડકેવલી બને છે. દ્રવ્યથી અને ભાવથી મુંડનની પ્રધાનતા હોવાથી તેને મુણ્ડ કહેવાય છે. કેવલજ્ઞાની બનતા હોવાથી તેઓ કેવલજ્ઞાની છે. પરંતુ બાહ્ય અતિશયથી રહિત હોવાથી તેઓ મુણ્ડકેવલી છે. સાધુપણામાં સંયમની સુંદર આરાધના કરવાથી પીઠ અને મહાપીઠ સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવ બનીને બીજા ભવમાં કેવલજ્ઞાની થયા. પરંતુ શ્રી તીર્થંકર
BLR L 17 GO 7
૨૫
ED
D