________________
પરમાત્માદિ ન થયા. કારણ કે તેઓ પોતાના જ અર્થમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હતા... ઈત્યાદિ સ્પષ્ટ છે.
૧૫-૧પ
શિષ્ટપુરુષનું લક્ષણ પણ સમ્યગ્દષ્ટિમાં સદ્ગત છે તે જણાવાય છેअंशतः क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् । अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ॥१५-१६॥
“સમ્યગ્દષ્ટિ આત્માના આંશિક દોષોનો ક્ષય થયો હોવાથી શિષ્ટત્વ પણ અહીં સબોધિવાળા આત્મામાં જ યુક્તિસદ્ગત છે. બીજા લોકોએ જણાવેલું શિષ્ટ પુરુષોનું લક્ષણ અસદ્ગત છે.''-આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, “ક્ષીણ થઈ ગયા છે દોષો જેના એવા પુરુષને શિષ્ટ કહેવાય છે. આ શિષ્ટ પુરુષનું લક્ષણ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ યુક્તિસદ્ગત છે. કારણ કે અંશતઃ અર્થાદ્દ દેશથી રાગાદિ દોષોનો ક્ષય સમ્યગ્દષ્ટિ જીવોમાં છે. તેથી તેવું શિષ્ટત્વ પણ તેમનામાં ન્યાયસદ્ગત છે. સર્વથા શિષ્યત્વ સર્વ દોષોના ક્ષયથી પ્રાપ્ત થતું હોય છે. શ્રી સિદ્ધ પરમાત્માઓમાં અથવા થી કેવલી ભગવંતોમાં એવું શિષ્ટત્વ હોવા છતાં દેશથી ભિન્ન ભિન્ન જાતિનું શિષ્યત્વ તે તે આત્માઓમાં સમ્યગ્દષ્ટિ આત્માઓથી આરંભીને સદ્ગત છે. ચોથા ગુણસ્થાનથી આરંભીને
DEEEEEEEEEED
DADO DO DA DA DA DA DAC GECEMBED/UNCEME