________________
अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि ।
शिष्टत्वं काकदेहस्य, प्रागभावस्तदा च न ।। १५-२३॥
‘...તેટલા કાળનો જ વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો અભાવ, શિષ્ટત્વ છે. કાગડાના શરીરનો પ્રાગભાવ ત્યારે નથી.’’–આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્થૂલ રીતે અહીં એટલું યાદ રાખવું કે જે વખતે વેદને પ્રમાણ માનવાનું કાર્ય કર્યું છે તે સમય વેદના પ્રામાણ્યના અભ્યુપગમનો કાળ છે. જે કાળમાં વેદને વેદસ્વરૂપે જાણીને તેના અપ્રામાણ્યને સ્વીકાર્યું નથી, તે વેદત્યેન(વેદસ્વરૂપે) વેદના અપ્રામાણ્યના અપગમના વિરહનો કાળ છે અને જ્યાં સુધી અપહૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરની(કાગડાદિના શરીરની) પ્રાપ્તિ થઈ નથી; તે બધો કાળ અપહૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહકાળ છે. આ ત્રણેય કાળ, સમાન(એક) કાળ હોય ત્યારે શિષ્ટત્વ હોય છે. અન્યથા શિષ્ટત્વ હોતું નથી. વેદપ્રામાણ્યના અશ્રુપગમનો કાળ; અહીં કાગડો થવાની પૂર્વે એટલે કે કાગડાના પ્રાગભાવ વખતે હતો. તે, કાગડાના મરણ પછી બીજા શરીરને ગ્રહણ કરવાની પૂર્વે(વિગ્રહ-ગતિમાં) નથી. તેથી અતિવ્યામિ નથી આવતી... ઈત્યાદિ સમજી શકાય એવું છે.
આથી નિશ્ચિત થાય છે કે “જેટલા કાળ સુધી વેત્લેન વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો વિરહ; વેદપ્રામાણ્યના અલ્યુપગમ સમાનકાલીન યાવદ્ અપહૃષ્ટ
GRLD VCDR ૩૭
66