Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ જણાવ્યું છે; તે અસફ્ળત કઈ રીતે છે-તે જણાવાય છે वेदप्रामाण्यमन्तृत्वं, बौद्धे ब्राह्मणताडिते । अतिव्याप्तं द्विजेऽव्याप्तं, स्वापे स्वारसिकं च तत् ॥१५- १७॥ ‘‘વેલ્રામાળ્યમન્ત્ત્ત્વ-અર્થાર્ વેદને પ્રમાણ માનવા– આ પ્રમાણે શિષ્ટ પુરુષનું લક્ષણ કરવામાં આવે તો જે બ્રાહ્મણથી તાડિત(બલાત્કાર કરાયેલ) બૌદ્ધ છે તેને લઈને લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. ‘સ્વારસિક વેદને પ્રમાણ માનવા' આ લક્ષણ માનવામાં આવે તો શયનાવસ્થાપન્ન બ્રાહ્મણને લઈને લક્ષણમાં અવ્યામિ આવે છે.’’– આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ‘વેદને પ્રમાણ માનનારા શિષ્ટ છે.’-આ પ્રમાણે શિષ્ટપુરુષોનું લક્ષણ બ્રાહ્મણોએ કર્યું છે. પરંતુ એ લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે બ્રાહ્મણ દ્વારા મારપીટ કરવાના કારણે જે બૌદ્ધે પરાણે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે; તે બૌદ્ધ શિષ્ટ ન હોવા છતાં તેમાં વેદપ્રામાણ્ય-મતૃત્વસ્વરૂપ લક્ષણ સદ્ગત થાય છે. પરાણે વેદને પ્રમાણ માનનારા બૌદ્ધને લઈને આવતી અતિવ્યાપ્તિનું નિવારણ કરવા લક્ષણમાં ‘સ્વાસિષ્ઠ' આ પદનો નિવેશ કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તે બૌદ્ધમાં વેદપ્રામાણ્યમન્ત્રત્વ હોવા છતાં તે સ્વારસિક (પોતાની ઈચ્છાથી સ્વીકૃત) નથી. પરંતુ તે સ્વારસિક વિશેષણના નિવેશથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ આવશે. ૨૮ 577 7 777777

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66