________________
ત્યારે પણ તેમાં લક્ષણ સદ્ગત થશે. (અર્થાત્ એવા કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરઘટિત લક્ષણ ઈશ્વરમાં નહિ જાય.''આ પ્રમાણે વીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, જ્યારે બ્રાહ્મણ કાગડાના જન્મની પ્રાપ્તિના કારણભૂત પાપવિશેષે કાગડાની અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે પણ શિષ્ટનું લક્ષણ તેમાં સદ્ગત થશે. કારણ કે બ્રાહ્મણના ભવમાં વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો અને કાગડાના ભવમાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી.
આ રીતે કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવે છે; તેના નિવારણ માટે લક્ષણમાં ‘ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદશરીરવત્ત્વ’નો વેિશ કરાય તો કાગડામાં લક્ષણ નહિ જાય. કારણ કે કાગડાનું શરીર ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક નથી. એવું શરીર મનુષ્યાદિનું હોય છે. તિર્યંચોનું શરીર અપકૃતજ્ઞાનાવચ્છેદક હોય છે. એ લોકોની(નૈયાયિકાદિની) માન્યતા મુજબ આત્મા વિભુ છે. આત્માના દરેક પ્રદેશમાં જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. સમસ્તજગવ્યાપી આત્મા હોવા છતાં શરીરપ્રમાણ આત્માના પ્રદેશમાં જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી શરીરને જ્ઞાનનું અવચ્છેદક કહેવાય છે. તિર્યંચોનું જ્ઞાન મનુષ્યાદિના જ્ઞાનની અપેક્ષાએ અપકૃષ્ટ હોવાથી કાગડાનું શરીર ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક ન હોવાથી ‘ઉત્કૃષ્ટજ્ઞાનાवच्छेदकशरीरवत्त्वे सति वेदत्वेन वेदाभ्युपगमविशिष्टवेदाપ્રામાણ્યમન્ત્રવિરહઃ શિષ્ટત્વમ્' આ લક્ષણ કાગડામાં જતું
OLD LO OLD
૩૪
CL AL CL RLDDD