________________
માનવામાં આવતા નથી, ત્યાં સુધી તે આત્મામાં શિષ્ટત્વ છે. વેદનું પ્રામાણ્ય પ્રમાકરણત્વ સ્વરૂપ છે અને અપ્રામાણ્ય અપ્રમાકરણત્વ સ્વરૂપ છે. અપ્રામાણ્યના ગ્રહનો અભાવ અને પ્રમાકરણત્વનો ગ્રહ બન્ને શિષ્ટત્વપ્રયોજક છે અને તેના અભાવ અર્થાઃ અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ શિષ્ટત્યના પ્રયોજક નથી. તેના અભાવ શિષ્ટત્વપ્રયોજક છે. વેતા સામાન...ઈત્યાદાકારક જ્ઞાનને અપ્રામાણ્યગ્રહ તરીકે અહીં વર્ણવ્યું છે અને તેવા પ્રમાણ...ઈત્યાદાકારક જ્ઞાનના અભાવ સ્વરૂપ; પ્રમાકરણત્વાભાવ છે.
ઉપર જણાવ્યા મુજબ શયનાદિદશામાં વેદના અપ્રામાણ્યના ગ્રહનો અભાવ હોવાથી તેવા બ્રાહ્મણને લઈને અવ્યામિ આવતી નથી. પરંતુ જ્યાં અપ્રમાકરણત્વનું અને પ્રમાકરણત્વનું જ્ઞાન આહાર્ય(બાધકાલીન ઈચ્છાના કારણે ઉત્પન્ન થયેલું) હોય ત્યારે પ્રમાકરણત્વના ગ્રહની સાથે અપ્રમાકરણત્વનો ગ્રહ હોય તેમ જ અપ્રમાકરણત્વના ગ્રહની સાથે તેના અભાવનો પણ ગ્રહ હોય-એ બને. તેથી જે બૌદ્ધને અપ્રમાકરણત્વના જ્ઞાન પછી વેદના પ્રામાણ્યનો તેવો(આહાર્યગ્રહ) બોધ થાય તો તેને લઈને અતિવ્યામિ આવશે. તેના નિવારણ માટે અપ્રમાકરણત્વ અને પ્રમાકર
ત્વાભાવ પ્રામાણ્યના વિરોધી વિવક્ષિત છે. આહાર્યાદિજ્ઞાન તેમ જ શયનાદિદશામાંનું પ્રમાકરણત્વાભાવાદિ પ્રામાયનું વિરોધી નથી. તેથી તેને લઈને અતિવ્યામિ વગેરે નહિ આવે. આ પ્રમાણે કહેવામાં આવે તો... અન્યત્ર દોષ