________________
આ રીતે સત્ત્વાર્થને કરનારા તેઓ ધર્મદેશનાસ્વરૂપ અવિસંવાદિ નિમિત્ત અને પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ કલ્યાણને કરે છે. ધર્મદેશના; અતિશયવાળી-અચિંત્ય સામર્થ્યવાળી હોય છે. કારણ કે તે પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી થયેલી છે. બીજા જીવોને મોક્ષના બીજની પ્રાપ્તિ કરાવવા માટે એ પ્રબળ નિમિત્ત છે. તદુપરાંત આ આત્માઓની તે તે ઉચિત પ્રવૃત્તિ પણ પરોપકારના આશયથી ગર્ભિત હોય છે. તેથી આવી કલ્યાણકારિણી ધર્મકથાદિની પ્રવૃત્તિ દ્વારા સત્ત્વાર્થને કરતા આ વરબોધિથી સમન્વિત આત્માઓને; ભવ્યજીવોના શુભ પ્રયોજન(કાર્ય)ને કરનાર એવા કલ્યાણના સાધનભૂત શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે.
આવી જ સબોધિથી યુક્ત પ્રવૃત્તિ; સમસ્ત સત્ત્વ(જીવ)ના વિષયના બદલે સ્વજનાદિને ભવથી પાર ઉતારવા સંબંધી હોય તો તે વરબોધિવાળા આત્માને ગણધરપદની પ્રાપ્તિ થાય છે. કારણ કે એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે-“આ બધાને વરબોધિથી યુક્ત એવો હું સંસારથી પાર ઉતારું !-આ પ્રમાણે જ જેઓ સ્વજનાદિના વિષયમાં ચિંતવે છે, તેઓ તે મુજબના પરોપકારસ્વરૂપ અનુષ્ઠાનથી પ્રશસ્ત બુદ્ધિવાળા ગણધર થાય છે.” ૧૫-૧૪
પ્રાણીમાત્રને અથવા તો સ્વજનાદિને સંસારથી પાર ઉતારવાની ચિંતા જેમને ન હોય તેઓ કેવા થાય છે ?આ જિજ્ઞાસામાં જણાવાય છે
SOULOSISODIUDUDIO