________________
સબોધિથી યુક્ત એવા આત્માઓ તથાભવ્યત્વના યોગે જે રીતે શ્રી તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે, તે જણાવાય
છે
तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ॥१५-१४॥
“તે તે કલ્યાણના વ્યાપાર વડે મોક્ષના બીજાધાનાદિ સ્વરૂપ સત્ત્વાર્થ(જીવોના કાર્યને કરનારા તે સમ્યગ્દષ્ટિ આત્માઓ; ભવ્યજીવોના કલ્યાણના શ્રેષ્ઠ સાધનભૂત એવા શ્રી તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરાવનાર સબોધિ(વરબોધિ-સમ્યત્વવિશેષ)થી યુક્ત પુણ્યાત્માઓ, પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી શ્રેષ્ઠ એવી ધર્મકથા વડે અવિસંવાદિ(ચોક્કસ ફળને આપનાર) નિમિત્ત સ્વરૂપ કલ્યાણની પ્રવૃત્તિથી; મોક્ષનાં બીજો(સમ્યગ્દર્શનાદિ)ને પ્રાપ્ત કરાવવા સ્વરૂપ જીવોના પ્રયોજનને સિદ્ધ કરે છે. ભાવાર્થ એ છે કે જેમને વરબોધિ પ્રાપ્ત થયું છે; તે પુણ્યાત્માઓ સતત પરકલ્યાણમાં પ્રવૃત્ત હોય છે. તાત્ત્વિક રીતે કલ્યાણ મોક્ષનાં બીજોની પ્રાપ્તિથી થતું હોય છે. સામાન્યથી મોક્ષનાં બીજોનું આધાર કરવા
સ્વરૂપ જ અહીં સત્ત્વાર્થ(પરાર્થ) છે. આ સત્ત્વાર્થને વરબોધિવાળા જીવો કરતા હોય છે. માત્ર પોતાનું જ કલ્યાણ કરનારા તેઓ હોતા નથી. તેથી તેઓ માત્ર સત્ત્વાર્થને કરતા હોવાથી આત્મભરી પણ નથી.
S|DDિDGENEFEEDGE,
GENERGEEEEEED