________________
बोधिप्रधानः सत्त्वो वा, सद्बोधिर्भावितीर्थकृत् । तथाभव्यत्वतो बोधिसत्त्वो हन्त सतां मतः ॥१५- १३॥
“બોધિ-સમ્યગ્દર્શનના કારણે પ્રધાન એવો બોધિથી યુક્ત જે સત્ત્વ(જીવ); તેને સાધુજનો બોધિસત્ત્વ કહે છે. અથવા તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે તીર્થંકર થવાનો છે; એવો સુંદર બોધિવાળો જે જીવ છે તેને બોધિસત્ત્વ કહેવાય છે.’’-આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે-સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે. તે જેને પ્રધાન(સારભૂત) જણાય છે; એવા આત્માને સાધુપુરુષો બોધિસત્ત્વ તરીકે વર્ણવે છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે-જેથી સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે; તે છે સારભૂત જેમાં એવો મહોદય (પ્રશસ્તગુણોના આવિર્ભાવવાળો) જીવ બોધિસત્ત્વ થાય, તેથી બોધિસત્ત્વ આ નામના અર્થને આશ્રયીને પણ (માત્ર લક્ષણને આશ્રયીને જ નહિ) સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ : આ બંન્નેમાં સામ્ય છે.
અથવા તીર્થંકરનામકર્મના બંધ દ્વારા તીર્થંકરપદની પ્રાપ્તિ કરાવનાર એવા સમ્યગ્દર્શનને સદ્બોધિ કહેવાય છે. એવા સદ્બોધિથી યુક્ત તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે શ્રીતીર્થંકર થવાનો છે, તે આત્માને બોધિસત્ત્વ કહેવાય છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે-વરબોધિથી યુક્ત તથાભવ્યત્વના યોગે ભવિષ્યમાં જે શ્રી તીર્થંકર થશે તે, સાધુજનોને બોધિસત્ત્વ તરીકે ઈષ્ટ છે. મોક્ષગમનની
UDD
૨૧
DILD LI
D