________________
एवं च यत्परैरुक्तं, बोधिसत्त्वस्य लक्षणम् । विचार्यमाणं सन्नीत्या, तदप्यत्रोपपद्यते ॥१५-१०॥
બીજાઓએ “બોધિસત્ત્વનું જે લક્ષણ જણાવ્યું છે; તે સારી રીતે વિચારવામાં આવે તો આ રીતે તે પણ; અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સદ્ગત બને છે.” આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બૌદ્ધ લોકોએ ‘બોધિસત્ત્વ’ જીવોનું જે લક્ષણ જણાવ્યું છે, તેનો મધ્યસ્થદષ્ટિએ વિચાર કરીએ તો સમજાશે કે ભિન્નગ્રંથિવાળા આત્માઓના મિથ્યાત્વમોહનીયકર્મની ઉદયાવસ્થામાં પણ સારા પરિણામ હોય છે તેથી બોધિસત્ત્વ જીવોની હવે પછી વર્ણવવામાં આવતી અવસ્થા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં ઉપપન્ન થાય છે. મારા કે તારા પણાનો વિચાર કર્યા વિના માત્ર તત્ત્વનો વિચાર કરવાથી સમજાશે કે, બોધિસત્ત્વોનું વર્ણવેલું સ્વરૂપ અને સમ્યગ્દષ્ટિ આત્માઓનું અહીં વર્ણવેલું સ્વરૂપ : બંન્ને એકરૂપે જણાવાયું છે.
તત્ત્વપ્રતિપત્તિ માટે માધ્યય્યદષ્ટિ ઉપયોગી છે. આ દર્શન મારું છે અને આ દર્શન તારું છે.'-આવી રાગદ્વેષમૂલક દષ્ટિથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. શ્લોકમાંનું સન્નીત્યા આ પદ એ અર્થને જણાવનારું છે. તત્ત્વ અને અતત્ત્વનો ભેદ માધ્યય્યદષ્ટિથી કરી શકાય છે. ૧૫-૧છે.
SOURCE બોધિસત્ત્વનું લક્ષણ જે રીતે સમ્યગ્દષ્ટિમાં સંગત
DEFEEEEEEEEEEEEEEEEEEEEDED